Latest News

ઝહીર ખાન ફેરિટ ક્રિકેટ બેશ (એફસીબી)ને અમદાવાદના આંગણે લાવ્યા

અમદાવાદ: દેશની સૌથી મોટી એમેચ્યોર ક્રિકેટ લીગ ફેરિટ ક્રિકેટ બેશના સહ સ્થાપક અને ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી ઝહીર ખાન, સ્થાપક જસમીત ભાટિયા અને સહ-સ્થાપક મિતેશ શર્માએ તાજેતરમાં અમદાવાદની મુલાકાત લીધી હતી તથા શહેરના સંખ્યાબંધ ભાવિ ક્રિકેટરોને પ્રેરણા પૂરી પાડી હતી. આ અનોખી ઇવેન્ટના ભાગરૂપે ઝહીરે અરિહંત ઇન્સ્ટિટ્યુટના ઘણા વિદ્યાર્થીઓ સાથે રૂબરૂ વાત કરી હતી તથા તેમને પ્રેરણા પૂરી પાડી હતી. સાથે જ તેમણે અમદાવાદના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમનાં સ્વપ્નોને અનુસરવા માટે તથા લીગમાં ભાગ લઈને ક્રિકેટ રમવાના તેમના ઉત્સાહને દર્શાવવા માટે એફસીબી દ્વારા રજૂ કરવામાં આવેલી ખાસ તક જીતવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

ગુજરાતના ક્રિકેટ રમવા ઈચ્છતા ઉત્સાહી યુવાનોને હવે આ રોમાંચક સાહસનો ભાગ બનવાની અમૂલ્ય તક મળશે, જેમાં પંદર વર્ષ કરતાં વધુ વયની દરેક વ્યક્તિ ભાગ લઈ શકે છે. આશાસ્પદ સહભાગીઓની – ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાનું ગૌરવ, સ્ટેડિયમમાં ચોક્કસ રંગની જર્સી પહેરીને રમવું, લાઇવ ટીવી પર પરિવાર અને મિત્રોનું ચિયર-અપ – જેવી મહેચ્છાઓ સાકાર થશે. એટલું જ નહીં, તેમને મુથૈયા મુરલીધરન, ક્રિસ ગેલ, પ્રવીણ કુમાર સહિતના ધૂરંધર ખેલાડીઓનું દિશાસૂચન મેળવવાની તક પ્રાપ્ત થશે.

દિગ્ગજ ક્રિકેટર અને એફસીબીના સહ-સ્થાપક ઝહીર ખાનના જણાવ્યા પ્રમાણે, “ગુજરાતમાં આવવું મને હંમેશાં ગમે છે, કારણ કે મારી કારકિર્દીની કેટલીક અભૂતપૂર્વ ક્ષણો ગુજરાત સાથે સંકળાયેલી છે. વિદ્યાર્થીઓ સાથે સમય પસાર કરવાની ઘણી મજા આવી. મેં શરૂઆતના સમયગાળામાં સેંકડો ક્રિકેટ ઉત્સાહીઓ સાથે પસાર કરેલા દિવસોની યાદ તાજી થઈ ગઈ. તે સમયે અમારા પૈકીના મોટા ભાગના ખેલાડીઓ પાસે કશું જ નહોતું, પણ ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ અમને આગળ વધવાનો જુસ્સો પૂરો પાડતો રહ્યો. આ જુસ્સા-સભર એથ્લેટ્સની ભરપૂર સહાય થકી આપણે ચોક્કસપણે આ વાઇબ્રન્ટ રાજ્યમાંથી ઘણા પ્રતિભાશાળી ક્રિકેટર શોધી શકીશું તેવો મને વિશ્વાસ છે. જસમીત, મિતેશ અને સુનિલ અન્ના સાથે આ અનોખું સાહસ શરૂ કરીને હું ગર્વ અનુભવું છું અને હું આ મહત્વાકાંક્ષી ખેલાડીઓનાં કૌશલ્યો વિકસાવવામાં મદદ પૂરી પાડવાની આશા સેવું છું.”

એફસીબીના સ્થાપક જસમીત ભાટિયાએ જણાવ્યું હતું કે, “અમદાવાદ આવીને અને મોટા ભાગના ભારતીયો માટે આજે પણ ક્રિકેટ એક પ્રેરણાત્મક રમત છે તે જાણીને ઘણી જ ખુશી થઈ. ઘણા વિદ્યાર્થીઓમાં ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો જોઈને આનંદનો અનુભવ થયો. આ પ્રકારનું પ્લેટફોર્મ શરૂ કરવાના વિચારને અમદાવાદે ઉમળકાભેર વધાવી લીધો છે, જેના કારણે અમે ઉત્સાહથી ફેરિટ ક્રિકેટ બેશને શહેરમાં લઈ આવ્યા છીએ. અમદાવાદના લાખો એમેચ્યોર ખેલાડીઓ રમત માટે મેદાન પર અને મેદાન બહાર અપાર જુસ્સો ધરાવે છે અને આથી જ અમે આ પ્રકારની લીગ શરૂ કરી, જ્યાં તેઓ તેમની સંભવિતતા બહાર લાવી શકે છે, જે એફસીબીનો મુખ્ય હેતુ છે.”

એફસીબીના સહ-સ્થાપક મિતેશ શર્માએ જણાવ્યું હતું કે, “ફેરિટ ક્રિકેટ બેશને રમત પ્રત્યે અનહદ લગાવ ધરાવતા શહેર – અમદાવાદમાં લાવતાં હું અત્યંત આનંદની લાગણી અનુભવું છું. એફસીબી દેશના સૌથી પ્રતિભાસંપન્ન એમેચ્યોર ક્રિકેટ પ્લેયર્સને લીગમાં સમાવવાનો ઉદ્દેશ ધરાવે છે. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાનો આનંદ અને ગૌરવ આ ઉત્સાહી ખેલાડીઓને બહેતર પ્રદર્શન કરવા માટેનું ઉત્તેજન આપશે અને તે જ અહીં અમે જે નિર્માણ કરી રહ્યા છીએ, તેનું હાર્દ છે. ક્રિકેટ આપણા પૈકીના ઘણા લોકોના જીવનમાં વણાઈ ગયેલી રમત છે અને સૌથી વધુ ઉત્કટતા ધરાવનારા લોકો સ્ક્રીનની બહાર આ રમતનો અનુભવ મેળવવાની તક મેળવવાની યોગ્યતા ધરાવે છે. અમારો હેતુ આ ખેલાડીઓને એફસીબી થકી જીવનમાં એક વાર પ્રાપ્ત થતો અનેરો અનુભવ પૂરો પાડવાનો છે, જેની સ્મૃતિ જીવનભર માટે તેમના માનસપટ પર અંકિત થઈ જશે.”

ફેરિટ ક્રિકેટ બેશ જુલાઈ/ઓગસ્ટ 2019માં શરૂ થશે. જોકે, પ્રથમ તબક્કાનું રજિસ્ટ્રેશન અને પસંદગી પ્રક્રિયા શરૂ થઈ ચૂક્યાં છે. જો તમે ક્રિકેટ પ્રત્યે અનેરો ઉત્સાહ ધરાવતા હોવ, તો ચોક્કસ લોગ ઓન કરો – https://www.feritcricketbash.com/ પર અથવ તો +91-98710-63063 – આ નંબર પર મિસ્ડ કોલ કરો.

ફેરિટ સ્પોર્ટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વિશેઃ

લોકોને સ્પર્ધાત્મક રીતે રમત રમવા માટેની મૂલ્યવાન તક પૂરી પાડવાના એકમાત્ર ઉદ્દેશ સાથે જસમીત ભાટિયાએ ફેરિટ સ્પોર્ટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરી હતી. મિતેષ શર્મા તેના સહસ્થાપક છે. ટુર્નામેન્ટની પ્રથમ સિઝન આ દેશની જીવાદોરી સમાન રમત – ક્રિકેટને સમર્પિત છે. ભારતમાં એમેચ્યોર ક્રિકેટને નવા સ્તરે પહોંચાડવા માટે જસમીત અને મિતેશે બોલિવુડ સુપરસ્ટાર, આંત્રપ્રિન્યોર અને સ્પોર્ટ્સ ક્ષેત્રે ઉત્સાહી સુનિલ શેટ્ટી સાથે તથા તેમના પ્રથમ સાહસ – ફેરિટ ક્રિકેટ બેશ (એફસીબી)ને લોન્ચ કરવા માટે ક્રિકેટ લિજેન્ડ ઝહીર ખાન સાથે હાથ મીલાવ્યા છે.
ફેરિટ ક્રિકેટ બેશ (એફસીબીએ) 15-ઓવરની નવતર સાઇડ લીગ છે. તે એમેચ્યોર ક્રિકેટર્સને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટના ઉમેરારૂપ આકર્ષણ સાથે તેમની મનગમતી રમત રમવાનો અવસર પૂરો પાડે છે.

To Top