IPL

IPL2020 Auction: ક્યારેક મુંબઇમાં વેચતો હતો પાણીપુરી, હવે રાજસ્થાને કરોડોમાં ખરીદ્યો

મુંબઇ તરફથી રમનારા ઉત્તર પ્રદેશના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલને તેની બેસ પ્રાઇસથી વધુ રકમમાં આઇપીએલ 2020 માટે ખરીદવામાં આવ્યો છે. કોલકાતામાં યોજાયેલી હરાજીમાં આ યુવા બેટ્સમેનને

મુંબઇના યુવા ક્રિકેટર યશસ્વી જયસ્વાલને રાજસ્થાન રોયલ્સે 2.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે, તેની બેસ પ્રાઇસ 20 લાખ રૂપિયા હતી. કિંગ્સ ઇલેવન પંજાબે આ બેટ્સમેન માટે 80 લાખ અને કોલકાતા નાઇટ રાઇડર્સે 1.9 કરોડની બોલી લગાવી હતી. જ્યારે રાજસ્થાન રોયલ્સની બોલી 2 કરોડ પહોચી ગઇ તો કોલકાતા પાછળ ખસી ગઇ હતી. રાજસ્થાન રોયલ્સે યશસ્વી જયસ્વાલને 2.4 કરોડમાં ખરીદ્યો હતો.

મહત્વપૂર્મ છે કે મુંબઇનો બેટ્સમેન યશસ્વી જયસ્વાલ વિજય હજારે ટ્રોફી (50 ઓવરની મેચ) બેવડી સદી ફટકારી ચુક્યો છે. સાથે જ તેણે કેટલાક રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે. યશસ્વીએ બેંગલુરૂમાં ઝારખંડ વિરૂદ્ધ વિજય હજારે ટ્રોફીમાં ગ્રુપ-એ મેચમાં 203 રનની ઇનિંગ્સ રમી હતી.

ક્રિકેટર બનવાની રાહ આસાન નહતી

ઉત્તર પ્રદેશના ભદોગીના આ બાળક માટે ક્રિકેટર બનવાની રાહ આસાન નહતી. જ્યારે તે 2012માં ક્રિકેટનું સ્વપ્ન લઇને પોતાના કાકા પાસે મુંબઇ પહોચ્યો ત્યારે તે માત્ર 11 વર્ષનો હતો. કાકા પાસે એટલુ મોટુ ઘર નહતું કે તે તેને પણ રાખી શકે. તે એક ડેરી દુકાનમાં પોતાની રાત વિતાવતા હતા. બે સમયના ભોજન માટે ફૂડ વેન્ડરને ત્યા કામ કરવાનું શરૂ કર્યુ. રાત્રે પાણીપુરી પણ વેચતો હતો.

યશસ્વી જયસ્વાલની સિદ્ધિ

યશસ્વી જયસ્વાલ લિસ્ટ-એ મેચમાં બેવડી સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી છે, તેણે 17 વર્ષ 292 દિવસની ઉંમરમાં બેવડી સદી ફટકારી હતી. આ પહેલા દક્ષિણ આફ્રિકાના એલન બેરોએ 1975માં 20 વર્ષ 273 દિવસની ઉંમરમાં લિસ્ટ-એમાં બેવડી સદી ફટકારી હતી.

– 21મી સદી (28 ડિસેમ્બર,2001)માં જન્મેલા યશસ્વી જયસ્વાલ લિસ્ટ-એમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર છે, એટલે કે 18 વર્ષ દરમિયાન જન્મેલા કોઇ ક્રિકેટરે અત્યાર સુધી આ સિદ્ધિ મેળવી નથી.

યશસ્વી જયસ્વાલનો વર્લ્ડ રેકોર્ડ

યશસ્વી જયસ્વાલે અત્યાર સુધી પાંચ લિસ્ટ-એ ઇનિંગ્સમાં 504 રન (44,113,22,122 અને 203) રન બનાવ્યા છે. શરૂઆતની પાંચ લિસ્ટ-એ ઇનિંગ્સમાં સૌથી વધુ રનોની વાત કરીએ તો આ વર્લ્ડ રેકોર્ડ છે. આ પહેલા આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ગ્રીમ પોલોકના નામે હતો, જેણે શરૂઆતની 5 લિસ્ટ-એ ઇનિંગ્સમાં 493 રન બનાવ્યા હતા.

To Top
Translate »