Latest News

બંગાળ માટે રમતા રિદ્ધિમાન સાહાએ ફટકારી ટી-20 કરિયરની સૌથી મોટી સદી

સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીમાં બંગાળ તરફથી રમતા રિદ્ધિમાન સાહાએ ટી-20 કરિયરની સૌથી મોટી સદી ફટકારી હતી. સાહાએ પોતાની ઇનિંગ્સમાં 62 બોલમાં 16 ફોર અને 5 સિક્સરની મદદથી 129 રન બનાવ્યા હતા.સાહાની ઇનિંગ્સની મદદથી બંગાળે 20 ઓવરમાં 6 વિકેટે 234 રન બનાવ્યા હતા. પડકારનો પીછો કરવા ઉતરેલી અરૂણાચલ પ્રદેશ 20 ઓવરમાં 4 વિકેટે 126 રન જ બનાવી શકી હતી.

To Top