Latest News

વિરાટ કોહલી પાસે જ્યારે મિત્ર મેચના પાસ માંગે છે ત્યારે તે શું કરે છે? જુઓ VIDEO

વર્લ્ડકપ 2019 (Worldcup 2019)માં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ મેચ રમાશે. આ મેચ પહેલા ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli )એ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેને પત્રકારોના સવાલના જવાબ આપ્યા હતા. વિરાટ કોહલી (Virat Kohli )ને એક પત્રકારે સવાલ કર્યો કે તે મેચની ટિકિટના પાસ માંગનારાઓ સામે કેવી રીતે વ્યવહાર કરે છે. જેની પર વિરાટ કોહલીએ રસપ્રદ જવાબ આપ્યો હતો. આ વીડિયોને બીસીસીઆઇએ (BCCI) પોતાના ટ્વીટર પેજ પર શેર કર્યો છે.

વિરાટ કોહલી પાસે પણ લોકો માંગે છે પાસ

વિરાટ કોહલી (Virat Kohli) આ વીડિયોમાં કહી રહ્યો છે કે તમે જ્યારે આ સ્તરની ટૂર્નામેન્ટ રમવા જાઓ છો ત્યારે પહેલા જ લોકોને ઇનકાર કરી દેવો જોઇએ. વિરાટ કોહલીએ જણાવ્યુ કે તેના મિત્રોએ પણ પૂછ્યુ હતું કે, અમે આવી જઇએ. કોહલીએ કહ્યું, ‘મે તેમને કહ્યું કે મને ના પૂછો, જો તમે આવવા માંગો છો તો જરૂર આવો, નહી તો બધાના ઘરમાં સારી ટીવી છે, ત્યા બેસીને જ જુઓ’ વિરાટ કોહલીએ પોતાના જવાબમાં એમ પણ કહ્યું કે એક વખત કોઇને ટિકિટ આપી દીધી તો આ વાત ફેલાઇ જાય છે અને પછી 2થી 3, 3થી 4 થવામાં વાર નથી લાગતી. વિરાટ કોહલીએ કહ્યું કે ખેલાડીઓને લિમિટેડ પાસ મળે છે અને જો પરિવાર મેચ જોવા આવી રહ્યું છે તો તેમાં પરિવારને પણ એડજસ્ટ કરવુ પડે છે. વિરાટ કોહલીનું કહેવુ છે કે મારો પ્રયાસ રહે છે કે વધુ લોકો પૈસા ના માંગે. બીસીસીઆઇએ આ વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

ભારત અને પાકિસ્તાન (INDVsPAK) વચ્ચેના મુકાબલાને લઇને દબાણના સવાલ પર વિરાટ કોહલીએ કહ્યું કે આ મેચને લઇને લોકોના જૂનુન અંગે ખબર છે પરંતુ તે નથી ઇચ્છતા કે એક મુકાબલો કોઇનો વિચાર બદલે. ભારતીય ક્રિકેટ કેપ્ટન કોહલીએ કહ્યું, ‘ મેચ એક નિશ્ચિત સમય પર શરૂ થશે અને એક નિશ્ચિત સમયે પૂર્ણ થશે, તમે સારૂ પ્રદર્શન કરો અથવા ના કરો આ જીવનભર ચાલવાનું નથી.’ વિરાટ કોહલી માટે વર્લ્ડકપ જીવુ મોટી વાત છે જે વધુ મહત્વ ધરાવે છે. વિરાટ કોહલીએ કહ્યું, 11 ખેલાડી જવાબદારી શેર કરે છે, હવામાન કોઇના હાથમાં નથી. અમારે એવુ જોવુ પડશે કે અમને રમવાની કેટલી તક મળે છે. અમારે કોઇ પણ સ્થિતિ માટે માનસિક રીતે તૈયાર રહેવાની જરૂર છે.

To Top
Translate »