Videos

પાકિસ્તાનની અભિનંદનની જાહેરાત પર ભારતનો સોશિયલ મીડિયા પર જડબાતોડ જવાબ

પાકિસ્તાન દ્વારા ઇન્ડિયન એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન પર બનાવવામાં આવેલી શરમજનક જાહેરાત પર ભારતે સોશિયલ મીડિયા પર વળતો જવાબ આપ્યો છે. ડૉ.ગિલ 2.0 નામના એક ટ્વિટર યૂઝરે એક વીડિયો શેર કર્યો છે, જે પાકિસ્તાન દ્વારા બનાવવામાં આવેલી જાહેરાતને જવાબ આપે છે.

પ્રથમ હાફ સુધી વીડિયો પાકિસ્તાનની જાહેરાત સમાન છે, પરંતુ અંતમાં જ્યારે કેમેરા પાછળ રહેલો વ્યક્તિ મોડલથી કપ લે છે ત્યારે આ વીડિયોમાં બતાવવામાં આવ્યુ છે કે કપને ધોયો અને સાફ કરવામાં આવે છે અને પછી ‘યે લો ભાઇજાન સાફ કર કે દે રહા થા’ કપ તો આપકા હી હે, કહેતા મોડલને પરત આપે છે.

 

To Top
Translate »