Latest News

રોહિત શર્માની સદી, લોકેશ રાહુલ અડધી સદી ફટકારી આઉટ

ICC વર્લ્ડકપની 22મી મેચ ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે રમાઇ રહી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 34 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 199 રન બનાવી લીધા છે. પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહેમદે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યુ હતું. ભારતે 25 ઓવરમાં 1 વિકેટે 146 રન બનાવી લીધા છે. શિખર ધવન (Dhawan) ઇજાગ્રસ્ત થતા લોકેશ રાહુલ( KLRahul) રોહિત શર્મા (Rohit Sharma) સાથે ઓપનિંગમાં ઉતર્યો હતો.

રોહિત શર્માની આક્રમક રમત

રોહિત શર્માએ 97 બોલમાં 10 ફોર અને 3 સિક્સરની મદદથી 113 રન બનાવ્યા છે. લોકેશ રાહુલ 57 રન બનાવી વહાબ રિયાઝની ઓવરમાં બાબર આજમને કેચ આપી બેઠો હતો. બન્ને વચ્ચે પ્રથમ વિકેટ માટે 136 રનની ભાગીદારી નોંધાઇ હતી.

20 ઓવર સુધી 105 રનની ભાગીદારી થઇ ચુકી છે. પાકિસ્તાન તરફથી ઇમાદ વસીમ અને મોહમ્મદ આમિરે સારી બોલિંગ કરી હતી. ઇમાદ વસીમે 6 ઓવરમાં 26 રન આપ્યા હતા જ્યારે મોહમ્મદ આમિરે 4 ઓવરમાં 1 મેઇડન સાથે માત્ર 8 રન આપ્યા હતા.

To Top
Translate »