Local Cricket

વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર થઇ રહ્યું છે અમદાવાદમાં, જુઓ તસવીરો

વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં બની રહ્યું છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપાધ્યક્ષ પરિમલ નથવાણીએ ટ્વીટ કરી સ્ટેડિયમના નિર્માણની તસવીરો શેર કરી છે. મહત્વપૂર્ણ છે કે અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમને તોડીને તેને ફરી બનાવવામાં આવી રહ્યું છે.

મેલબોર્ન કરતા પણ મોટુ હશે સ્ટેડિયમ

પરિમલ નથવાણીએ પોતાની ટ્વીટમાં લખ્યુ, ‘આ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ કરતા પણ મોટુ સ્ટેડિયમ હશે, જ્યારે આ ગુજરાત ક્રિકેટ એસોસિએશનનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને પુરો થયા બાદ આ દેશ માટે પણ ગર્વનું પ્રતીક હશે.’

700 કરોડમાં બની રહ્યું છે સ્ટેડિયમ

63 એકરમાં ફેલાયેલા આ સ્ટેડિયમમાં એક લાખથી વધુ દર્શક એક સાથે બેસીને મેચની મજા માણી શકશે. જ્યારે આ પ્રોજેક્ટ 700 કરોડ રૂપિયા છે અને તેનું નિર્માણ ટેન્ડર એલએન્ડટી કંપનીને આપવામાં આવ્યું છે. મોટેરામાં ત્રણ પ્રેક્ટિસ મેદાન સિવાય એક ઇન્ડોર ક્રિકેટ એકેડમી પણ હશે. આ સ્ટેડિયમની ડિઝાઇન આર્કિટેક્ટ પોપુલસે કરી છે, જેમને મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ ડિઝાઇન કર્યુ છે.

To Top