Latest News

Worldcup2019: પ્રથમ વખત આ દેશમાં વર્લ્ડકપ જોવાશે, ભારતમાં 7 ભાષામાં થશે પ્રસારણ

વિશ્વભરના પ્રશંસકો સુધી વર્લ્ડકપ ક્રિકેટ પહોચાડવા માટે આઇસીસીએ પ્રસારણ અને ડિઝિટલ વિતરણ યોજનાની જાહેરાત કરી છે જેની હેઠળ પ્રથમ વખત અફઘાનિસ્તાનમાં આ ટૂર્નામેન્ટનું પ્રસારણ થશે.આ યોજના હેઠળ આઇસીસી પ્રશંસકો સુધી ક્રિકેટની પહોચ વધારવા માટે ટેલીવિઝન, રેડિયો અને ડિજિટલ માધ્યમો સિવાય સમાચાર, સિનેમા, ફેન પાર્ક અને વિવિધ અન્ય મીડિયા સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આઇસીસીએ વર્લ્ડકપ 2019નું પ્રસારણ વૈશ્વિક પ્રસારણ ભાગીદાર સ્ટાર સ્પોર્ટ્સ સિવાય 25 ભાગીદારો સાથે 200થી વધુ દેશમાં સુનિશ્ચિત કર્યુ છે.

ભારતમાં સાત ભાષામાં જોવા મળશે વર્લ્ડકપ

ભારતમાં આ ટૂર્નામેન્ટને સાત વિસ્તારની ભાષામાં પ્રસારણ કરવામાં આવશે, જેની માટે સ્ટાર સ્પોર્ટ્સને વિશ્વના સર્વશ્રેષ્ઠ કોમેન્ટેટરોની ટીમ બનાવી છે જેમાં લગભગ 50 કોમેન્ટેટર સામેલ છે.સ્ટાર સ્પોર્ટ્સ ભારતમાં અંગ્રેજી સિવાય હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, બંગલા અને મરાઠીમાં વર્લ્ડકપનું પ્રસારણ કરશે, જેમાં 12 મેચને એશિયાનેટ પ્લસના માધ્યમથી મલયાલમમાં પણ પ્રસારિત કરવામાં આવશે.

અફઘાનિસ્તાનમાં પ્રથમ વખત થશે પ્રસારણ

આ પ્રથમ વખત હશે જ્યારે અફઘાનિસ્તાનમાં ક્રિકેટ વર્લ્ડકપનું પ્રસારણ થશે. દેશની સરકારી પ્રસારક રેડિયો ટેલીવિઝન અફઘાનિસ્તાન તેનું પ્રસારણ કરશે. ભારત અને ભારતીય ઉપમહાદ્વીપમાં લગભગ 30 કરોડ દર્શક સ્ટાર સ્પોર્ટ્સના ડિજીટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ હોટસ્ટાર પર વર્લ્ડકપ મેચને જોઇ શકશો.

To Top
Translate »