cricket

પોતાના દમ પર ચેમ્પિયન નથી બન્યું ઇગ્લેન્ડ, આ ચાર ‘વિદેશીઓ’ જીતાડી ફાઇનલ

નવી દિલ્હીઃ આઇસીસી વર્લ્ડકપ 2019ની ટ્રોફી ઇગ્લેન્ડ જીતી ચૂકી છે. રવિવારે લોર્ડ્સમાં રમાયેલી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને 44 વર્ષ બાદ ઇગ્લેન્ડ પ્રથમવાર ચેમ્પિયન બન્યું છે. ઇગ્લેન્ડની ટીમ જે ખેલાડીઓના દમ પર ચેમ્પિયન બની છે તેમાંથી ચાર ખેલાડીઓ મૂળ ઇગ્લેન્ડના નથી.

કેપ્ટન ઇયોન મોર્ગનની નેતૃત્વમાં ઇગ્લેન્ડની ટીમે વર્લ્ડકપમાં શાનદાર શરૂઆત કરી હતી પરંતુ લીગ મેચમાં ટીમ સતત હારી રહી હતી. સ્થિતિ એવી બની ગઇ હતી કે તેનું સેમિફાઇનલમાં પણ પહોંચવું મુશ્કેલ હતું પરંતુ બાદમાં શાનદાર વાપસી કરી ચેમ્પિયન બની હતી.

ઇગ્લેન્ડ ચેમ્પિયન બની તેમાં કેપ્ટન મોર્ગન, ઓપનર જેસન રોય, ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચરે મહત્વપૂર્ણ પ્રદર્શન કર્યું છે પરંતુ આ ચારેય ખેલાડીઓ મૂળ ઇગ્લેન્ડના નથી. બેન સ્ટોક્સ ન્યૂઝિલેન્ડનો છે જ્યારે કેપ્ટન મોર્ગન આયરલેન્ડનો છે. તે સિવાય જેસન રોય સાઉથ આફ્રિકામા જન્મેલો છે. ફાઇનલની સુપર ઓવર ફેંકનાર જોફ્રા આર્ચર વેસ્ટ ઇન્ડિઝમાં જન્મ્યો છે પરંતુ બાદમાં તે ઇગ્લેન્ડ આવ્યો હતો.

 

To Top
Translate »