Latest News

મહિલા ટી-20 વર્લ્ડકપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પ્રથમ વખત હરાવ્યું, ગ્રુપમાં ટોપ પર

ભારતીય મહિલાઓએ ટી-20 વર્લ્ડકપમાં ત્રણ વખતની ચેમ્પિયન રહેલી ઓસ્ટ્રેલિયાને 48 રને હરાવ્યું હતું. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ 83 અને કેપ્ટન હરમનપ્રિત કૌરે 43 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી એલિસા પેરીએ ત્રણ વિકેટ ઝડપી હતી. ભારતીય મહિલા ટીમે ટી-20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાને પ્રથમ વખત હરાવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે આ એક ઔપચારિક મેચ હતી. આ બન્ને ટીમ વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં પહોચી ગઇ છે.

એલિસા ઈજાગ્રસ્ત થતાં બે બોલ પહેલાં પૂરી થઇ મેચ

ટોસ જીતી પહેલી બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 8 વિકેટના નુકસાન પર 167 રન બનાવ્યાં હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 19.4 ઓવરમાં 9 વિકેટ 119 રન જ બનાવી શકી. ઈજાગ્રસ્ત એલિસા હિલી બેટિંગ માટે ઉતરી ન હતી. એલિસે પેરીએ સૌથી વધુ 39 રન બનાવ્યાં હતા. અનુજા પાટિલે 3 વિકેટ લીધી. ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં પેહલી વખત સતત ચાર મેચ જીતી છે.ભારતની શરૂઆત સારી રહી ન હતી. ઓપનર તાનિયા ભાટિયા 2 રન બનાવીને આઉટ થઈ હતી. તે સમયે ટીમનો સ્કોર માત્ર 5 રન જ હતો. જે બાદ સ્મૃતિ મંધાના અને જેમિમા રોડ્રિગેઝે બીજી વિકેટ માટે 44 રન જોડ્યાં. રેડ્રિગેઝ ડેલિસા કિમિંસના હાથે આઉટ થઈ. મંધાનાએ કેપ્ટન હરમનપ્રીત કૌરની સાથે ત્રીજી વિકેટ માટે 68 રન જોડ્યાં. હરમનપ્રીતે 27 બોલમાં ત્રણ ચોક્કા અને ત્રણ છગ્ગા લગાવ્યા હતા. મંધાનાએ 55 બોલનો સામનો કર્યો અને નવ ચોક્કા અને ત્રણ છગ્ગા માર્યાં.

To Top
Translate »