Latest News

ઇરફાન પઠાણે ધોની પર કેમ સાધ્યુ નિશાન, કહ્યું- હું અનલકી ખેલાડી હતો

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર ઇરફાન પઠાણે નામ લીધા વગર મહેન્દ્રસિંહ ધોની પર નિશાન સાધ્યુ છે. ઇરફાન પઠાણે કહ્યું કે તેમણે કોચ અને કેપ્ટનથી એટલો સપોર્ટ નહતો મળ્યો. ઇરફાન પઠાણ તે સમયની વાત કરી રહ્યો હતો જ્યારે ગેરી કસ્ટર્ન ટીમ ઇન્ડિયાના કોચ અને એમએસ ધોની કેપ્ટન હતા.

ઇરફાન પઠાણે કહ્યું કે તેણે તે દરમિયાન ટીમમાં નિયમીત રીકે વધુ તક આપવામાં આવી નહતી. ઇરફાન પઠાણે કહ્યું, ‘મને લાગે છે કે એક માહોલ પણ બનાવવામાં આવ્યો કે ઇરફાન પઠાણની બોલ હવે એટલી સ્વિંગ નથી થઇ રહી. જો કોઇ ઓપનર છે અને તેને તમે નંબર-7 પર બેટિંગ કરાવો છો તો તેના પ્રદર્શન પર ફરક પડશે. એવામાં કેપ્ટનનો રોલ છે કે તેનો સપોર્ટ કરે કારણ કે તમે તેનો નંબર બદલ્યો છે.’

ઇરફાન પઠાણે કહ્યું કે તે પોતાની અંતિમ વન ડે ઇન્ટરનેશનલ મેચમાં મેન ઓફ ધ મેચ બન્યો હતો પરંતુ તેમ છતા તેને તક આપવામાં ના આવી. ઇરફાન પઠાણે કહ્યું, ‘રિદ્ધિમાન સાહા એક વર્ષ બાદ ટીમમાં પરત આવ્યો હતો. રિષભ પંત બે સદી ફટકાર્યા બાદ બહાર હતો અને ફરી ટીમમાં આવ્યો.કેટલાક ખેલાડીને બૈક કરવામાં આવે છે તો કેટલીક વખત કરવામાં આવતા નથી. કેટલાક ખેલાડી લકી હોય છે તો કેટલાક અનલકી. અમે અનલકી લિસ્ટમાં હતા. જો ઇરફાન પઠાણની સ્વિંગ ખતમ થઇ ગઇ છે તો ટીમમાં આ માહોલ બરાબર કરવાનો હતો.’

ઇરફાન પઠાણે કહ્યું, મે કોચ ગેરી કસ્ટર્નને પૂછ્યુ હતું કે શું સારૂ બનવા માટે શું કરૂ. જેની પર તેમણે કહ્યું હતું કે તેમના હાથમાં કેટલીક વસ્તુ નથી. ઇરફાન પઠાણે જણાવ્યુ, એક વખત મે ધોનીને વર્ષ 2008માં પૂછ્યુ હતું કે હું વધુ સારૂ કઇ રીતે કરૂ તો તેમણે કહ્યું કે કેટલીક ગડબડ નથી અને બધુ બરાબર ચાલી રહ્યું છે.

ઇરફાન પઠાણે કહ્યું, 2008માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ બાદ ગેરી કસ્ટર્ન કોચ બન્યા હતા, તે બાદ વસ્તુ બદલાવા લાગી. હું તેમણે અથવા કોઇને દોષ નથી આપી રહ્યો. દરેક કોચ અને કેપ્ટનનો પોતાનો વિચાર હોય છે.

મહત્વપૂર્ણ છે કે 2008માં એક મીડિયા રિપોર્ટમાં આ વાત સામે આવી હતી કે આરપી સિંહની જગ્યાએ ઇરફાન પઠાણના સિલેક્શને લઇને ધોની અસહમત હતો. જ્યારે પસંદગીકારોએ આરપી સિંહના સ્થાને ઇરફાન પઠાણને પસંદ કરવા કહ્યું તો ધોનીએ કેપ્ટન્સી છોડવાની વાત પણ કહી દીધી હતી.

મહત્વપૂર્ણ છે કે ધોનીએ પોતાની અંતિમ ઇન્ટરનેશનલ મેચ જુલાઇ 2019માં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વર્લ્ડકપની સેમિ ફાઇનલ રમી હતી, જેમાં તેના રન આઉટ થતા જ ટીમ ઇન્ડિયાની આશા તૂટી ગઇ હતી. આઇપીએલ દ્વારા ક્રિકેટમાં મહેન્દ્રસિંહ ધોનીની વાપસી પર કોરોના વાયરસે પાણી ફેરવી દીધુ છે.

To Top
Translate »