Latest News

ધોનીને ‘આતંકવાદી’ કહીને ચિઢવતા હતા મિત્ર, આજે છે સૌથી સફળ ક્રિકેટર

ભારતના સૌથી સફળ કેપ્ટનમાંથી એક એમએસ ધોનીના એક સાથીએ જૂના દિવસોને યાદ કરતા ખુલાસો કર્યો છે કે તે એક સમયે માહીને ‘આતંકવાદી’ કહેતો હતો. ધોનીના જૂના સાથી સત્યપ્રકાશે એક ઇન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો છે.

ધોનીને તેના મિત્ર કેમ કહેતા હતા આતંકી

આ દરમિયાન ધોનીના મિત્ર સત્યપ્રકાશે કહ્યું, ‘અમે તેને આતંકવાદી કહેતા હતા’ તે 20 બોલમાં 40-50 રન ફટકારી દેતો હતો પરંતુ જ્યારે તે દેશ માટે રમવા લાગ્યો ત્યારે પોતાનો દષ્ટિકોણ બદલી નાખ્યો અને તે સંત બની ગયા. તે એક સારા શીખનારા વ્યક્તિ છે’સત્ય પ્રકાશે આગળ કહ્યું, ‘ધોની ભાગ્યે જ પહેલા ક્યારેક કેપ્ટન્સી કરતો હતો પરંતુ જોત જોતામાં તે કઇ રીતે તે સમયના મહાન ખેલાડીઓનો કેપ્ટન બન્યો. તે હંમેશા હિન્દીમાં બોલતો હતો પરંતુ હવે તે અંગ્રેજીમાં બોલે છે. અમે મિત્રોએ ક્યારેય તેની ક્ષમતાનું અનુમાન નહતું લગાવ્યું.’

મહત્વપૂર્ણ છે કે ફિલ્મ એમએસ ધોની અનટોલ્ડ સ્ટોરીમાં ખડગપુરમાં તેના રૂમ પાર્ટનર રહેલા ધનબાદના ક્રિકેટર સત્યપ્રકાશ કૃષ્ણાનો રોલ બોલિવૂડ એક્ટર સંજયે નીભાવ્યો હતો.

ધોની આજે સફળ કેપ્ટનમાંથી છે એક

એમએસ ધોનીની કેપ્ટન્સીમાં ભારતે 2007નો ટી-20 વર્લ્ડકપ, 2011નો વન ડે વર્લ્ડકપ અને 2013માં ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. ધોનીની કેપ્ટન્સીમાં ભારત ટેસ્ટમાં નંબર-1 બન્યું છે. ધોની ભારતના સૌથી સફળ કેપ્ટનમાંથી એક છે. ધોનીએ 90 ટેસ્ટ મેચમાં 4876 રન બનાવ્યા છે આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 224 રન રહ્યો છે. જ્યારે 341 વન ડે મેચમાં 10500 રન બનાવ્યા છે આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 183 રન છે. 98 ટી-20 મેચમાં ધોનીએ 1617 રન બનાવ્યા છે. ધોનીએ 190 IPL મેચમાં 4432 રન બનાવ્યા છે.

To Top
Translate »