IPL

કિંગ્સ ઇલેવન પંજાબથી અલગ થયો સેહવાગ, ટ્વિટર પર કરી જાહેરાત

ભારતીય ટીમના પૂર્વ ઓપનર બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે આઇપીએલ ટીમ કિંગ્સ ઇલેવન પંજાબના મેન્ટોરનું પદ છોડી દીધુ છે. સેહવાગે તેની જાહેરાત ટ્વિટર પર કરી હતી. સેહવાગ કિંગ્સ ઇલેવન પંજાબ સાથે ગત 5 વર્ષથી જોડાયેલો હતો.

સેહવાગે છોડ્યુ કિંગ્સ ઇલેવન પંજાબનું પદ

વિરેન્દ્ર સેહવાગે પોતાની ટ્વીટમાં લખ્યુ, ‘તમામ સારી વસ્તુનો કોઇ અંત હોય છે અને મે કિંગ્સ ઇલેવન પંજાબ ટીમ સાથે સારો સમય વિતાવ્યો, હું 2 સિઝન ટીમ તરફથી રમ્યો અને 3 સિઝન સુધી ટીમનો મેન્ટોર રહ્યો. કિંગ્સ ઇલેવન પંજાબથી હવે હું અલગ થઇ રહ્યો છું અને આભાર માનું છુ કે મે સારો સમય ટીમ સાથે વિતાવ્યો. ટીમને ભવિષ્ય માટે ઘણી શુભેચ્છાઓ.’

2014માં કિંગ્સ ઇલેવન સાથે જોડાયો હતો સેહવાગ

સેહવાગ કિંગ્સ ઇલેવન પંજાબ સાથે ખેલાડી તરીકે વર્ષ 2014માં જોડાયો હતો. તેના 2 વર્ષ બાદ 2016માં ટીમનો મેન્ટોર બન્યો અને આ પદ પર તે ત્રણ વર્ષ રહ્યો હતો. 40 વર્ષનો સેહવાગ આઇપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમી ચુક્યો છે. આઇપીએલમાં રમેલી 104 મેચમાં તેને 27.55ની એવરેજથી 2728 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 2 સદી અને 16 અડધી સદી ફટકારી છે. સેહવાગના મેન્ટોર રહેતા કિંગ્સ ઇલેવન પંજાબ 2017માં પાંચમા અને 2018માં સાતમા સ્થાને રહી હતી.

To Top