Latest News

કોહલીની શર્ટલેસ તસવીર પર ઉડી મજાક, ફેન્સે કહ્યું-તમને કેટલો દંડ ફટકાર્યો

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે જેમાં તે ટ્રોલ થઇ રહ્યો છે. વિરાટે ગુરૂવારે 5 સપ્ટેમ્બરે પોતાના ઈંસ્ટાગ્રામ અને ટ્વીટર એકાઉન્ટ પર પોતાની એક તસવીર પોસ્ટ કરી છે. જેમાં કોહલી શર્ટ પહેર્યા વગર બેઠો છે.

કોહલીની આ તસવીર સાથે એક કેપ્શન લખ્યુ છે- “જ્યા સુધી આપણે ખૂદ અંદર જોઈએ છે ત્યા સુધી બહાર શોધવાની કોઈ જરૂર નહીં પડે”. વિરાટ કોહલીએ આ તસવીરને પોસ્ટ કરવાની સાથે જ ફોલોઅર્સ તૂટી પડ્યા હતા.

વધુ યૂજર્સે નવા મોટર વ્હીકલ એક્ટની બાદથી મેમોની રકમ વધી ગઈ છે. રકમનો હવાલો આપતા કોહલીને નિશાન પર લીધો હતો.

1 સપ્ટેમ્બરથી દેશભરમાં મોટર વ્હીકલ એક્ટના સંશોધિત નિયમ લાગૂ કરવામાં આવ્યો છે. તેમા ટ્રાફિકના અલગ-અલગ ઉલ્લંઘન પર દંડની રકમને વધારી દેવામાં આવી છે. તેને લઈને કેટલાક લોકોએ દંડ ભરવો પડ્યો છે.

આ મામલો આવ્યા બાદથી નવા કાયદાની પણ ખૂબ મજાક ઉડાવવામાં આવી છે. એવામાં કોહલીએ શર્ટ પહેર્યા વગરની તસવીર જોઈને યૂજર્સ ખુગને રોકી નહીં શકતા અને કોહલીના પોસ્ટ પર ખૂબ મજા લઈ રહ્યા છે.

ભારતીય ટીમે વેસ્ટઇન્ડિઝની વિરૂદ્ધ થયેલા ટેસ્ટ સીરીઝમાં 2-0થી જીત મેળવી છે. આ જીતની સાથે કોહલી ભારતીય ક્રિકેટની સોથી સફળ ટેસ્ટ કેપ્ટન પણ બની ગયો છે. કોહલીએ 48 ટેસ્ટમાંથી 28 જીત મેળવી છે અને તે મહેન્દ્ર સિંહ ધોની 27થી આગળ નીકળી ગયો છે.

ટેસ્ટ સીરીઝની સાથે ભારતીય ટીમે આ દરમિયાન વન-ડે અને ટી-20 સીરીઝમાં પણ વેલ્ટ ઈન્ડિઝનો સફાયો કર્યો છે. ભારતના આવનારો મુકાબલો 15 સપ્ટેમ્બેરથી સાઉથ આફ્રિકા વિરૂધ હશે. આફ્રિકી ટીમ ભારત મુલાકાતે આવી રહ્યા છે અને 15 સપ્ટેમ્બરથી 3મેચની ટી-20 સીરીઝનું આગાજ થશે.

To Top
Translate »