Expert Comment

વ્યસ્ત કાર્યક્રમ પર ભડક્યો કોહલી, કહ્યું- હવે તો સીધા સ્ટેડિયમ પર લેન્ડિંગ કરીને રમવુ પડશે

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ગુરૂવારે કહ્યું કે, ક્રિકેટર હવે તે સ્થિતિની નજીક પહોચી રહ્યા છે જ્યારે સ્ટેડિયમ પર સીધા ઉતરીને રમવાનું શરૂ કરવુ પડશે. ભારત પાંચ મેચની ટી-20 સિરીઝની પ્રથમ મેચ શુક્રવારે ન્યૂઝીલેન્ડ સામે રમશે. પાંચ દિવસ પહેલા જ ભારતમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વન ડે સિરીઝ પૂર્ણ થઇ છે.

વિરાટ કોહલીએ પ્રથમ ટી-20ના એક દિવસ પહેલા કહ્યું, ‘હવે અમે તે સ્થિતિની નજીક પહોચી રહ્યા છીએ કે સીધા સ્ટેડિયમ પર લેન્ડિંગ કરીને રમવુ પડશે. કાર્યક્રમ એટલો વ્યસ્ત બની ગયો છે પરંતુ આટલી યાત્રા કરીને અલગ ટાઇમ ઝોન ધરાવતા દેશમાં આવીને તુરંત ઢળવુ આસાન નથી હોતું. વિરાટ કોહલીએ કહ્યું, મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં આવી વસ્તુને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એવી જ છે જ્યા સતત રમવાનું હોય છે.

વિરાટ કોહલીએ કહ્યું, ‘ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ગત સિરીઝ વન ડે સિરીઝ હતી તો અમે મેદાન પર ઘણો સમય રહ્યા. તે પહેલા કેટલીક ટી-20 રમી. ગત ત્રણ મેચની ટી-20 ના હોત તો હવે અમારી માટે અહી રમવુ આસાન હશે. વિરાટ કોહલીએ કહ્યું કે ન્યૂઝીલેન્ડમાં ક્રિકેટરોને બીજા દેશોની જેમ માથા પર નથી બેસાડવામાં આવતા.

 

કોહલી પ્રથમ વખત ન્યૂઝીલેન્ડમાં ટી-20 રમશે. કોહલીએ કહ્યું, ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર રાહત રહે છે. અહી તેને કામની જેમ લેવામાં આવે છે. આ જીવનનો સૌથી મહત્વનો પહેલુ નથી અને ના તો વધુ મહત્વ આપવામાં આવે છે. આ કીવી સંસ્કૃતિનો ભાગ છે અને આ એક રમત જ છે.

વિરાટ કોહલીએ કહ્યું, પરંતુ કીવી ટીમ પણ દરેક મેચ જીતવાના ઇરાદા સાથે ઉતરે છે. બધુ ઘણુ સંતુલિત છે અને અહી રમવુ ઘણુ આસાન લાગે છે. કીવી ખેલાડી ઘણા શાંત અને પ્રોફેશનલ રહે છે.

મહત્વપૂર્ણ છે કે વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડમાં પ્રથમ વખત ટી-20 ઇન્ટરનેશનલ રમશે, તેમણે કીવીઓ વિરૂદ્ધ 5 ટી-20 જરૂર રમી છે પરંતુ તમામ પોતાની ધરતી પર રમી છે, તેણે આ પાંચ ટી-20માં 49.25ની એવરેજથી 197 રન બનાવ્યા છે, જેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 70 રન રહ્યો છે.

To Top
Translate »