Expert Comment

મેદાન પર ઉતરતા જ કોહલીએ રચ્યો ઇતિહાસ, ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો

પૂણેમાં આજથી શરૂ થયેલી બીજી ટેસ્ટમાં મેદાન પર ઉતરતા જ વિરાટ કોહલી (Virat Kohli) 50 ટેસ્ટમાં કેપ્ટન્સી કરનાર બીજો ભારતીય કેપ્ટન બની ગયો છે. દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ટોસ કરવાની સાથે જ વિરાટ કોહલીએ પોતાના નામે ખાસ સિદ્ધિ મેળવી છે. વિરાટ કોહલી (Virat Kohli) પહેલા માત્ર એમએસ ધોની જ ભારત માટે 50થી વધુ ટેસ્ટ મેચમાં કેપ્ટન્સી કરી શક્યો છે.

હવે આ યાદીમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી ત્રીજા ક્રમે પહોચી ગયો છે, જેને ભારત માટે 49 ટેસ્ટ મુકાબલામાં કેપ્ટન્સી કરી છે. બીજી તરફ 2008થી 2014 સુધી કેપ્ટન્સી કરનારા મહેન્દ્રસિંહ ધોનીએ 60 ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી છે.

ધોની,ગાંગુલી અને વિરાટ સિવાય પૂર્વ ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસ્કર અને મોહમ્મદ અઝહરૂદ્દીને ભારત તરફથી 47 ટેસ્ટ મેચમાં ભારતની કેપ્ટન્સી કરી છે, જ્યારે મંસૂર અલી ખાન પટૌડીએ 40 ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી છે.

વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયા આશરે ત્રણ વર્ષથી નંબર-1 બનેલી છે. વિરાટની કેપ્ટન્સીમાં ભારતે 49માંથી 29 મેચ જીતી છે જ્યારે 10 મેચ ડ્રો રહી છે. વિરાટની કેપ્ટન્સીમાં ભારત વર્ષ 2016માં આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર પહોચ્યુ અને ત્યારથી અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટ ભારતની બાદશાહત યથાવત છે.

સૌથી સફળ ભારતીય કેપ્ટન છે વિરાટ કોહલી

વિરાટ કોહલી ભારતના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન છે. કોહલીએ 50માંથી 29 ટેસ્ટ મેચમાં જીત મેળવી છે અને 10 મેચ હારી છે.સાથે જ 10 મેચ ડ્રો રહી છે. મહેન્દ્રસિંહ ધોનીએ 60માંથી 27 ટેસ્ટ મેચ જીતી છે. બીજી તરફ સૌરવ ગાંગુલીએ 21 ટેસ્ટ મેચમાં જીત મેળવી હતી.

To Top
Translate »