Expert Comment

વિરાટ કોહલીએ કહ્યું- દરેક ટીમને હાર્દિક પંડ્યા જેવા ખેલાડીની જરૂર હોય છે

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું માનવુ છે કે હાર્દિક પંડ્યાના આવવાથી ટીમનું સંતુલન સારૂ થયુ છે. ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ત્રીજી વન ડે મેચમાં હાર્દિક પંડ્યાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યા પર ટીવી ચેટ શો કોફી વિથ કરનમાં મહિલાઓ પર વિવાદાસ્પદ ટિપ્પણી બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યા અને રાહુલે ઓસ્ટ્રેલિયાના પ્રવાસેથી પરત ફરવુ પડ્યુ હતું.

કોહલીએ કરી હાર્દિક પંડ્યાની પ્રશંસા

ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પાંચ મેચની વન ડે સિરીઝમાં 3-0ની લીડ મેળવ્યા બાદ કોહલીએ કહ્યું, મને હાર્દિક પંડ્યાના ટીમમાં સામેલ થવાની ખુશી છે. તે એક એવો ખેલાડી છે જે ટીમને સંતુલિત રાખે છે અને જે રીતે તેને બોલિંગ કરી તે દર્શાવે છે કે પોતાની પ્રતિભાને વધુ સારી કરવા તે મહેનત કરી રહ્યો છે. કોહલીએ કહ્યું, હાર્દિક પંડ્યાએ શરૂઆતથી જ ગંભીર બોલિંગ કરી હતી અને 2 વિકેટ ઝડપી હતી જે તે સમયે ઘણી મહત્વપૂર્ણ હતી. તે એવો ખેલાડી છે, જે ત્રણેય વિભાગમાં પોતાનું યોગદાન આપે છે અને દરેક ટીમને આવા ખેલાડીની જરૂર હોય છે. જ્યારે તે ટીમમાં આવે છે તો તમે જોઇ શકો છો કે અમારી બેટિંગ અને બોલિંગ વધુ સંતુલિત નજરે પડે છે.

To Top