Expert Comment

એમએસ ધોનીના સંન્યાસને લઇને કોહલીએ કરી સ્પષ્ટતા

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ ફરી એક વખત પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ની પ્રશંસા કરી છે અને કહ્યું કે 38 વર્ષના આ ખેલાડીનો કોઇ વિકલ્પ નથી. વિરાટ કોહલીએ સાથે જ કહ્યું કે ધોનીએ કેટલીક વખત જણાવ્યુ કે ઉંમર માત્ર એક આંકડો છે. વર્લ્ડકપ (Worldcup) બાદ ધોનીએ વિન્ડીઝ પ્રવાસમાંથી પોતાનું નામ પરત લઇ લીધુ હતું અને હવે તે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ શરૂ થઇ રહેલી ત્રણ મેચની ટી-20 સિરીઝમાં પણ નથી.

દક્ષિણ આફ્રિકા (South Africa) વિરૂદ્ધ ટી-20 સિરીઝ પહેલા પત્રકાર પરિષદમાં વિરાટ કોહલી (Virat Kohli)એ કહ્યું, ‘તમે માનો કે ના માનો અનુભવ હંમેશા મહત્વ ધરાવે છે. કેટલાક ખેલાડીઓએ અતીતમાં આ વાતને સાબિત કરી છે કે ઉંમર માત્ર એક આંકડો છે. અહી સુધી કે ધોનીએ (MS Dhoni) પણ પોતાની કરિયરમાં આ વાતને કેટલીક વખત સાબિત કરી છે.

વિરાટ કોહલીએ કહ્યું, ‘એક વાત તેમાં સૌથી સારી છે કે તે હંમેશા પહેલા ભારતીય ક્રિકેટ વિશે વિચારે છે. ક્યારે સંન્યાસ લેવો છે આ તેમનો અંગત નિર્ણય છે. કોઇએ આ મામલે પોતાનો વિચાર ના આપવો જોઇએ. વર્લ્ડકપ દરમિયાન ધીમી બેટિંગને કારણે ધોની ટિકાકારોના નિશાને આવી ગયો હતો. કેટલાક પૂર્વ ખેલાડીઓનું કહેવુ હતું કે ધોનીએ હવે સંન્યાસ લઇ લેવો જોઇએ. વિરાટ કોહલીએ પણ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર ધોની અને પોતાની એક તસવીર શેર કરી સંન્યાસના સમાચારને બળ આપ્યુ હતું.જોકે, પછી ધોનીની પત્ની સાક્ષીએ ટ્વીટ કરી સ્પષ્ટતા કરતા આ વાતને નકારી દીધી હતી.

 

વિરાટ કોહલીને તે તસવીર પાછળ પોતાનો ઇરાદો પૂછવામાં આવતા કહ્યું, ‘મારા મગજમાં આવુ કઇ નહતું. હું પોતાના ઘરે બેઠો હતો અને તસવીર અપલોડ કરી રહ્યો હતો. આ દરમિયાન મે તે તસવીર અપલોડ કરી દીધી. તે તસવીર પછી સમાચાર બની ગયા હતા. આ મારી માટે એક શીખ હતી જે હું પોતાના વિશે વિચારૂ છુ અને આ દુનિયા તેવુ નથી વિચારતી. વિરાટ કોહલીએ કહ્યું, ‘તે મેચ મારી માટે ખાસ હતી.મે તેના વિશે ક્યારેય ખુલીને વાત કરી નથી માટે મે તે તસવીર અપલોડ કરી હતી પરંતુ લોકો તેને ગેરમાર્ગે દોરી ગયા.’

દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમાનારી સિરીઝને લઇને વિરાટ કોહલીએ કહ્યું, ‘અમે તે ખેલાડીઓને તક આપવા માંગીએ છીએ જેમને 2 વર્ષમાં ઘરેલુ ક્રિકેટ, ટી-20 અને આઇપીએલમાં સારૂ કર્યુ છે. આ એક રીતે વસ્તુ પર ના બની રહીને ટીમ માટે અલગ અલગ સંયોજન શોધવાની વાત છે. જો બીજી ટીમો નંબર-9 સુધી બેટિંગ કરી શકે છે તો અમે કેમ નહી? જે પણ નિર્ણય લેવામાં આવ્યા છે તે ભવિષ્યને જોઇને લેવામાં આવ્યા છે. વિરાટ કોહલીએ કહ્યું બે અથવા ત્રણ ટી-20 સિરીઝ અમે દરેક સ્થિતિ પરખવાની તક આપશે. નિશ્ચિત રીતે અમારા મગજમાં ટી-20 વર્લ્ડકપ 2020નો રોડ મેપ છે.

ધોનીના સંન્યાસને લઇને ટીમ ઇન્ડિયાના સિલેક્ટરનો મોટો ખુલાસો, જાણો શું કહ્યું

 

To Top
Translate »