Latest News

અનુષ્કા શર્મા સાથે પ્રથમ મુલાકાતને લઈને વિરાટ કોહલીનો ખુલાસો

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને અનુષ્કા શર્મા (Anushka Sharma) વચ્ચે કેટલો ગાઢ પ્રેમ છે, તે તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. બન્નેની મુલાકાત એક એડ દરમિયાન થઈ હતી અને પછી બન્ને વચ્ચે મિત્રતા થઈ હતી. આ મિત્રતા આખરે પ્રેમમાં પરિણમી હતી. વિરાટ કોહલી અનુષ્કા શર્માની તમામ વાતોનું સમ્માન કરે છે.
વિરાટનું માનવું છે કે, અનુષ્કા શર્માના આવવાથી તેની જિંદગી સંપૂર્ણ બદલાઈ ગઈ છે. આ બન્ને વચ્ચે જેટલી સારી કેમિસ્ટ્રી જોવા મળી રહી છે, પરંતુ શું તમે જાણો છે કે, અનુષ્કા શર્માને મળ્યા પહેલા વિરાટ કોહલી ખુબ જ નર્વસ હતો.

આ જ કારણે વિરાટ કોહલીએ અનુષ્કાને એક ખોટી વાત કહી હતી. ખુદ વિરાટ કોહલીએ એક ટીવી શૉમાં તેનો ખુલાસો કર્યો હતો. ટીવી શૉ “ઈન ડેપ્થ વિથ ગ્રેહમ બેનસિંગર”માં કોહલીએ જણાવ્યું કે, જ્યારે તે પ્રથમ વખત અનુષ્કાને મળ્યો, ત્યારે તે ખુબ જ નર્વસ હતો અને તેને નહતી જાણ શું કરવું જોઈએ. પોતાની ગભરાહટ છુપાવવા માટે વિરાટે જોક્સ સંભળાવી દીધો.

હીલ્સ વિશે કહી વાત
પ્રથમ વાતચીત વિશે પૂછતા કોહલીએ જણાવ્યું કે, એ સમયે મેં જે કહ્યું, તે કદાચ મારે નહતું કહેવા જેવું. કોહલીએ ખુલાસો કર્યો કે, તે સમયે અનુષ્કા હીલ્સ પહેરીને સેટ પર પહોંચી હતી. જેના કારણે તે લાંબી દેખાઈ રહી હતી.

જે અંગે કોહલીએ કહ્યું કે, શું તમને આનાથી વધારે ઊંચી હીલ્સ ના મળી? તેના મોઢે આ વાત સાંભળીને અનુષ્કાએ જણાવ્યું કે, એક્સક્યૂઝ મી. જેના પર કોહલીએ વાતને ટાળવા જણાવ્યું કે, હું માત્ર મજાક કરી રહ્યો હતું. ભારતીય કેપ્ટને જણાવ્યું કે, એક મજાક સાથે શરૂ થયેલી અમારી મિત્રતાએ 2017માં સબંધને સ્વરૂપ લીધું.

To Top
Translate »