Expert Comment

વિરાટ કોહલીના સૌથી ઝડપી 19 હજાર આંતરરાષ્ટ્રીય રન, સચિનને છોડ્યો પાછળ

વિરાટ કોહલીએ સિડની ટેસ્ટમાં વધુ એક સિદ્ધિ મેળવી છે. વિરાટ કોહલીએ 23 રનની ઇનિંગમાં 11 રન બનાવતા જ વધુ એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

વિરાટ કોહલીના 19 હજાર રન

30 વર્ષના વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 19 હજાર રન પુરા કરી લીધા છે. વિરાટ કોહલીએ માત્ર 399 ઇનિંગમાં 19000 રન પુરા કર્યા હતા.સૌથી ઓછી ઇનિંગમાં 19 હજાર રન પુરા કરવાના રેકોર્ડની વાત કરીએ તો કોહલીએ સચિન તેંડુલકર અને બ્રાયન લારાને પાછળ છોડ્યા છે. સચિને 432 અને લારાએ 433 ઇનિંગમાં 19 હજાર રન પુરા કર્યા હતા.

To Top