Latest News

વિરાટ કોહલીની 41મી સદી, બન્યો વિશ્વનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ રાંચીમાં રમાયેલી ત્રીજી વન ડે મેચમાં 123 રનની ઇનિંગ્સ રમી હતી. આ સાથે જ એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે સૌથી ઝડપી 4000 રન પુરા કર્યા હતા. કોહલીએ માત્ર 63 મેચમાં આ સિદ્ધિ મેળવી છે.

વિરાટ કોહલીની 41મી સદી

વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 95 બોલમાં 123 રનની ઇનિંગ્સ રમી હતી. વિરાટ કોહલીએ આ દરમિયાન 16 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. વિરાટ કોહલીની વન ડે કરિયરની આ 41મી સદી હતી.

વિરાટ કોહલી સર્વશ્રેષ્ઠ કેપ્ટન

વિરાટ કોહલી સિવાય આ મામલે દક્ષિણ આફ્રિકાનો પૂર્વ ખેલાડી એબીડી વિલિયર્સ બીજા નંબર પર છે. ડી વિલિયર્સે 77 મેચમાં કેપ્ટન તરીકે 4000 રન પુરા કર્યા હતા. એમએસ ધોની આ યાદીમાં ત્રીજા નંબર પર છે. ધોનીએ 100 મેચમાં 4000 રન પુરા કર્યા હતા. જ્યારે સૌરવ ગાંગુલીએ 103 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. સનથ જયસૂર્યાએ કેપ્ટન્સી કરતા 106 મેચમાં 4000 રન પુરા કર્યા હતા.

To Top