Expert Comment

દ્રવિડે જે વર્લ્ડકપ 2003માં કર્યુ હતું તે રાહુલ કરતો રહેશે: વિરાટ કોહલી

ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ (Virat Kohli) કહ્યું કે ટીમમાં વિકેટકીપર બેટ્સમેનના રૂપમાં લોકેશ રાહુલ (KL Rahul) બન્યો રહેશે. કોહલીએ કહ્યું કે તે ટીમમાં તે રીતે સંતુલન બનાવી રાખે છે જેવા 2003ના વર્લ્ડકપમાં રાહુલ દ્રવિડે (Rahul Dravid) ભૂમિકા નીભાવી હતી. રાહુલે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ગત બન્ને વન ડે મેચમાં બેટથી કમાલ કરી હતી અને વિકેટ પાછળ પણ સારૂ પ્રદર્શન કર્યુ હતું અને ટીમે આ સિરીઝ 2-1થી જીતી લીધી હતી.

વિરાટ કોહલીએ પત્રકારો સાથે વાત કરતા વન ડેમાં વર્લ્ડકપમાં ચોથા નંબરના ખેલાડી વિશે પૂછવામાં આવતા કહ્યું, ‘મારૂ માનવુ છે કે ટીમમાં ખેલાડીઓના સ્થાનને લઇને સ્પષ્ટતા ના થવાથી અમને અતીતમાં નુકસાન થયુ. હવે અમે આ વાતને સારી રીતે સમજીએ છીએ, અમે આ ક્રમ સાથે કેટલાક સમય સુધી ચાલીશું અને આકલન કરીશું કે આ સાચુ છે કે ખોટુ.’

 

વિરાટ કોહલીએ (Virat Kohli) કહ્યું, ‘અમે સારૂ રમી રહ્યા છીએ. ટીમમાં કોઇ બદલાવ નથી અને અમે સતત બે મેચ જીતી છે. જેનું કોઇ કારણ ના શોધો કે અમે ટીમમાં કોઇ બદલાવ નથી કર્યો. આવુ ટીમના સારા માટે કરવામાં આવ્યુ છે.’

ભારતે સિરીઝ જીતી

ભારતીય ટીમે ઓપનર રોહિત શર્મા (119) સદી અને કેપ્ટન કોહલી (89) સાથેની સદીની ભાગીદારીની મદદથી ઓસ્ટ્રેલિયાને ત્રીજી અને નિર્ણાયક વન ડેમાં 7 વિકેટે હરાવ્યુ હતું. રવિવારે બેંગલુરૂના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મળેલી આ શાનદાર જીત સાથે ભારતે પોતાની યજમાનીમાં 3 મેચની વન ડે સિરીઝ 2-1થી જીતી લીધી હતી.

To Top
Translate »