Expert Comment

ધોનીના આ મોટા રેકોર્ડથી માત્ર એક કદમ દૂર છે કોહલી, પ્રથમ ટેસ્ટમાં બનાવી શકે છે રેકોર્ડ

વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ ગુરૂવારથી શરૂ થઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી ખાસ સિદ્ધિ પોતાના નામે કરી શકે છે. વિરાટ કોહલી જો એક ટેસ્ટ મેચ જીતી લે છે તો તે ટેસ્ટમાં ભારત માટે સૌથી વધુ જીત મેળવનારા પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના રેકોર્ડની બરાબરી કરી લેશે.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ 46 મેચમાં 26માં જીત મેળવી છે જ્યારે એમએસ ધોનીએ 60 મેચમાં 27માં જીત મેળવી છે. વિરાટ કોહલી સૌથી પહેલા ટેસ્ટમાં ભારતીય ટીમના કેપ્ટન બન્યા હતા. 2014માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ધોનીના સંન્યાસ બાદ વિરાટ કોહલીને ટેસ્ટ ટીમની કમાન સોપવામાં આવી હતી.

પોતાની કેપ્ટન્સીમાં વિરાટ કોહલીએ ભારતને ઓસ્ટ્રેલિયા,ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડમાં જીત અપાવી છે. દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડમાં જોકે, હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલી ગત વર્ષે ભારતને ઓસ્ટ્રેલિયામાં 3-1થી ઐતિહાસીક જીત અપાવી હતી.

સૌથી વધુ ટેસ્ટ જીતનાર ભારતીય કેપ્ટન

કેપ્ટન મેચ જીત
એમએસ ધોની 60 27
વિરાટ કોહલી 46 26
સૌરભ ગાંગુલી 49 21
મોહમ્મદ અઝહરૂદ્દીન 47 14

To Top
Translate »