Latest News

વિરાટ કોહલી નહીં તોડી શકે સચિનનો આ રેકોર્ડ : સહેવાગ

વીરેન્દ્ર સહેવાગે (Virender Sehwag) કહ્યું હતું કે, સચિન તેંડુલકરે (Sachin Tendulkar) ભારત (Team India) માટે 200 મેચ રમી છે તેમનો આ રોકોર્ડ કોઈ નહીં તોડી શકે. તેને જો કે, કોહલીને અત્યારના ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ બેસ્ટમેન બતાવ્યો છે.

વીરેન્દ્ર સહેવાગે કહ્યું કે, કોહલી છે અત્યારના સમયનો સર્વશ્રેષ્ઠ બેસ્ટમેન

સહેવાગે માન્યુ કે, કોહલી સચિનના કેટલાક રેકોર્ડ તોડી શકે છે

સ્ટિવ સ્મિથથી ઘણો સારો બેસ્ટમેન છે વિરાટ કોહલી

સચિન તેંડુલકરે ભારત માટે રમી છે અત્યાર સુધી 200 ટેસ્ટ મેચ

જ્યારે વિરાટ કોહલી પોતાના રંગમાં બેટીંગ કરી રહ્યા છે તો તેમને રોકી શકવા મુશ્કેલ છે. કોહલીએ પણ સચિન તેંડુલકરની જેમ પોતાના નામે અલગથી રેકોર્ડ બનાવ્યા છે. પોતાની શાનદાર બેટીંગ અને રનોની પોતાની ભૂખથી ચાલતા કોહલી તેંડુલકરના કેટલાક રેકોર્ડ તોડી શકવાની નજીક છે.

જો કે, પૂર્વ ભારતીય બેસ્ટમેન વીરેન્દ્ર સહેવાગે (Virender Sehwag) માન્યું છે કે વિરાટ આ પેઢીનો સર્વશ્રેષ્ઠ બેસ્ટમેન છે અને ભારતીય કેપ્ટન તેંડુલકરથી વધારે રેકોર્ડ તોડી શકે છે સિવાય એક રેકોર્ડ.

જોવો વિરાટના 11 વર્ષના 11 રેકોર્ડ

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેને કહ્યું કે, આ સમયે કોહલી દુનિયાનો શ્રેષ્ઠ બેસ્ટમેન છે. જે હિસાબથી તે રન બનાવી રહ્યો છે તે હિસાબથી તેનો કોઈ અત્યારે પ્રતિસ્પર્ધી નથી. મને વિશ્વાસ છે કે, તે સચિન તેંડુલકરના કેટલાક રેકોડ્ પોતાના નામે કરી શકે છે.

કોહલીએ તાજેતરમાં જ વેસ્ટઈન્ડિઝ સામે સતત બે શતક માર્યા હતા.જેથી વન ડેમાં તેના નામ પર 43 શતક થઈ ચુક્યા છે. જો કે, તે સચિનના 49 શતકથી વધારે દુર નથી.

જો કે, તેંડુલકરના નામે વન ડેમાં 44.83ની એવરેજથી 18426 રન છે. ત્યાં જ કોહલી 230 નવ ડે મેચો રમીને 60.31ની એવરેજથી 11,520 રન બનાવી ચુક્યો છે.

ટેસ્ટ ક્રિકેટની વાત કરવામાં આવે તો કોહલી સચિનના રેકોર્ડની અડધાથી આગળ સુધી પહોંચી ચુક્યો છે. ભારતીય કેપ્ટનના નામે 77 ટેસ્ટ મેચોની 131 ઈનિંગમાં 25 શતક છે ત્યાંજ સચિને 329 ઈનિંગમાં 51 શતક માર્યા છે.

સહેવાગે તેની સાથે જ જણાવ્યું હતું કે, સચિનનો કરીયરમાં 200 આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમવાનો રેકોર્ડ મને નથી લાગતું કે કોઈ તોડી શકે છે. ટેસ્ટ ક્રિકેટમાં આટલી મેચ રમવી મુશ્કેલ છે જેમાં કોહલી પણ કદાચ ના કરી શકે.

જો કે, વિરાટ કોહલીના ફોર્મમાં હોવા છતાંય કેટલાકનું માનવું છે કે, સ્ટિવ સ્મિથ વધારે સારો બેસ્ટમેન છે જેના જવાબમાં સહેવાગે કહ્યું હતું કે, કોહલી અત્યારે સર્વશ્રેષ્ઠ બેસ્ટમેન છે.

To Top
Translate »