Expert Comment

વર્લ્ડકપનું ફોર્મેટ પડકારજનક, દબાણમાં રમનારી ટીમ બનશે ચેમ્પિયન- વિરાટ કોહલી

વર્લ્ડકપ 2019નો 30 મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પ્રારંભ થઇ રહ્યો છે. વર્લ્ડકપ માટે ભારતીય ક્રિકેટ ટીમ બુધવાર સવારે રવાના થશે. આ પહેલા ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ મુંબઇમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. વિરાટ કોહલીએ કહ્યું કે વર્લ્ડકપમાં પરિસ્થિતિ નહી દબાણને સંભાળવુ મહત્વપૂર્ણ છે. અમારા તમામ બોલર ફ્રેશ છે કોઇ પણ થાકેલુ લાગતુ નથી.

વર્લ્ડકપમાં મજબૂત ટક્કર મળશે- શાસ્ત્રી

કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે જો અમે પુરી ક્ષમતાથી રમીએ છીએ તો કપ આવી શકે છે, તેની માટે મજબૂત પ્રતિસ્પર્ધા છે. અહી સુધી કે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન 2015ની તુલનામાં ઘણી મજબૂત છે.

દબાણમાં રમનારી ટીમ જીતશે

વિરાટ કોહલીએ કહ્યું કે, દબાણમાં સારૂ રમનારી ટીમ વર્લ્ડકપ જીતશે, આ વર્લ્ડકપનું ફોર્મેટ પડકારજનક છે, કોઇ પણ ટીમ ઉલટફેર કરી શકે છે. ઇંગ્લેન્ડમાં વધુ સ્કોર ધરાવતી મેચ બની શકે છે.

ધોનીની ભૂમિકા મહત્વની- શાસ્ત્રી

રવિ શાસ્ત્રીએ મહેન્દ્રસિંહ ધોનીને ટીમ ઇન્ડિયાનો સૌથી મોટો ખેલાડી ગણ્યો છે, વર્લ્ડકપ ટીમમાં ધોનીની મોટી ભૂમિકા છે, આ ફોર્મેટમાં તેના જેવુ કોઇ નથી. ખાસ કરીને તે ક્ષણમાં જે રમતને બદલી શકે છે. તે આ વર્લ્ડકપમાં મોટો ખેલાડી સાબિત થશે.

મહત્વપૂર્ણ છે કે વર્લ્ડકપ 2019 ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી 14 જુલાઇ સુધી રમાશે. ભારતીય ટીમ વર્લ્ડકપમાં પોતાના અભિયાનની શરૂઆત 5 જૂનથી દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ કરશે. આ પહેલા ટીમ ઇન્ડિયા 25 મેએ ન્યૂઝીલેન્ડ અને 28 મેએ બાંગ્લાદેશ સામે પ્રેક્ટિસ મેચ રમશે.

વર્લ્ડકપ માટે 15 સભ્યોની ભારતીય ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, વિજય શંકર, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભૂવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા

વર્લ્ડકપ 2019 માટે ભારતીય ક્રિકેટ ટીમનો કાર્યક્રમ

ભારત Vs દક્ષિણ આફ્રિકા, સાઉથમ્પટન- 5 જૂન 2019
ભારત Vs ઓસ્ટ્રેલિયા, ધ ઓવલ- 9 જૂન 2019
ભારત Vs ન્યૂઝીલેન્ડ, ટ્રેન્ટ બ્રિજ- 13 જૂન
ભારત Vs પાકિસ્તાન, ઓલ્ડ ટ્રેફર્ડ-16 જૂન
ભારત Vs અફઘાનિસ્તાન, સાઉથમ્પટન- 22 જૂન
ભારત Vs વેસ્ટ ઇન્ડીઝ, ઓલ્ડ ટ્રેફર્ડ, 27 જૂન
ભારત Vs ઇંગ્લેન્ડ, એજબેસ્ટન, 30 જૂન
ભારત Vs બાંગ્લાદેશ, એજબેસ્ટન, 2 જુલાઇ
ભારત Vs શ્રીલંકા, લીડ્સ- 6 જુલાઇ

To Top