Latest News

વિરાટ કોહલીએ મેદાન પર ગેલ સાથે કર્યો ડાન્સ, વીડિયો થયો વાયરલ

વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ પ્રથમ વન ડે મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી( Virat Kohli) અને વેસ્ટ ઇન્ડીઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ (Chris Gayle) મસ્તી કરતા જોવા મળ્યા હતા. તે બાદ બીસીસીઆઇ (BCCI)એ પણ વિરાટ કોહલી (Virat Kohli) અને ક્રિસ ગેલ (Chris Gayle)ની તસવીર ટ્વીટ કરી છે, જેમાં વિરાટ કોહલી અને ક્રિસ ગેલ ડાન્સ કરી રહ્યાં હતા.

મહત્વપૂર્ણ છે કે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી પ્રથમ વન ડે મેચ વરસાદને કારણે ધોવાઇ ગઇ હતી. વેસ્ટ ઇન્ડીઝે 13 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 54 રન બનાવ્યા હતા. ક્રિસ ગેલ 4 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં આઉટ થયો હતો. જ્યારે ઇવિન લેવિસ અણનમ 40 અને શાઇ હોપ 6 રને અણનમ રહ્યાં હતા. જોકે, ભારે વરસાદને કારણે ત્યારબાદ મેચ શરૂ થઇ શકી નહતી.


વિરાટ કોહલીનો ડાન્સ થયો વાયરલ

વિરાટ કોહલી અને ક્રિસ ગેલના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. મેચ દરમિયાન થયેલા વરસાદ બાદ જ્યારે બન્ને ટીમના ખેલાડી મેદાન પર રમવા ઉતર્યા ત્યારે વિરાટ કોહલીએ ક્રિસ ગેલ સાથે કેરેબિયન ડાન્સ કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ક્રિસ ગેલ વચ્ચે જૂની મિત્રતા છે. આ બન્ને ખેલાડી લાંબા સમય સુધી આઇપીએલ ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ માટે સાથે સાથે રમ્યા હતા.

વર્તમાન સમયમાં વિરાટ કોહલી આઇપીએલ ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂનો કેપ્ટન છે. જ્યારે ક્રિસ ગેલ કિંગ્સ ઇલેવન પંજાબ માટે રમે છે. ક્રિસ ગેલને જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ બહારનો રસ્તો બતાવ્યો ત્યારે કિંગ્સ ઇલેવન પંજાબે તેને 2 કરોડ રૂપિયાની બેસ પ્રાઇઝમાં ખરીદતા તેની આઇપીએલ કરિયરને બચાવી લીધી હતી.

To Top
Translate »