Expert Comment

ત્રીજા નંબર પર મોકલવામાં આવતા હેરાન છે ભારતનો આ ઓલ રાઉન્ડર

ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટી-20 સિરીઝમાં ભારતીય ઓલ રાઉન્ડર વિજય શંકરને ત્રીજા નંબર પર બેટિંગ માટે ઉતારવામાં આવતા તે હેરાન હતો. વિજય શંકરે ટી-20માં ત્રીજા નંબર પર બેટિંગમાં ઉતરી કેટલીક આક્રમક રમત રમી હતી.

વિજય શંકરે અત્યાર સુધી 4 વન ડે અને 8 ટી-20 રમી છે

વિજય શંકરે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ અંતિમ ટી-20માં 28 બોલમાં 43 રન બનાવ્યા હતા, તેને સિરીઝની પ્રથમ મેચમાં 23 રન બનાવ્યા હતા. વિજય શંકરે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મેલબોર્નમાં રમાયેલી મેચમાં વન ડે ડેબ્યૂ કર્યુ હતું. તે ન્યૂઝીલેન્ડ વિકૂદ્ધ પાંચ વન ડેમાંથી ત્રણમાં અને ત્રણ ટી-20માં રમ્યો હતો.

શંકરને ઉપરના ક્રમમાં રમવાનું છે પસંદ

28 વર્ષના વિજય શંકરે વર્લ્ડકપ માટે દાવેદારી રજૂ કરવાના હિસાબથી ભલે મજબૂત પ્રદર્શન ના કર્યુ હોય પરંતુ તેને પોતાની કાબેલિયતથી પ્રભાવિત કર્યા છે. શંકરે કહ્યું, ‘હું બેટિંગ ક્રમમાં ઉપર રમવાનું પસંદ કરીશ.’

હું દરેક ક્રમ પર રમવા માટે તૈયાર: શંકર

વિજય શંકરે ટી-20માં ચાર રને હાર બાદ કહ્યું, ‘આ મારી માટે ઘણી ચોકાવનારી વાત હતી, જ્યારે મને ત્રણ નંબર પર બેટિંગ માટે કહેવામાં આવ્યુ, આ મોટી વસ્તુ છે. હું આ સ્થિતિમાં રમવા માટે તૈયાર હતો. જો તમે ભારત જેવી ટીમ તરફથી રમી રહ્યાં છો તો તમારે દરેકે વસ્તુ માટે તૈયાર રહેવુ જોઇએ.’

ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી ઘણુ શીખ્યો

વિજય શંકરે કહ્યું, ‘ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ આ બન્ને સિરીઝમાંથી હું ઘણુ શીખ્યો છું, મે ભલે વધુ બોલિંગ ના કરી હોય પરંતુ વિભિન્ન સ્થિતિમાં બોલિંગ કરતા શીખ્યો, બેટિંગમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને મહેન્દ્રસિંહ ધોની જેવા સીનિયર ખેલાડીઓને જોઇને હું ઘણુ શીખ્યો છું.’

To Top