Latest News

વિદર્ભ રણજી ટ્રોફીમાં સતત બીજી વખત ચેમ્પિયન, સૌરાષ્ટ્રને 78 રને હરાવ્યું

વિદર્ભે રણજી ટ્રોફી ફાઇનલમાં સૌરાષ્ટ્રને 78 રને હરાવ્યું હતું, તેને સતત બીજા વર્ષે આ ટૂર્નામેન્ટની ફાઇનલ જીતી હતી. તે સતત બે રણજી ટ્રોફી ફાઇનલ જીતનારી છઠ્ઠી ટીમ બની ગઇ છે. આ પહેલા મુંબઇ,મહારાષ્ટ્ર,કર્ણાટક, દિલ્હી, રાજસ્થાન સતત બે-બે વખત રણજી ટ્રોફીનો ખિતાબ જીતી ચુક્યા છે.

વિદર્ભ ચેમ્પિયન

વિદર્ભ પ્રથમ ઇનિંગ્સમાં 312 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.વિદર્ભ તરફથી અક્ષય કર્નેવરે સૌથી વધુ 73 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્ર તરફથી પ્રથમ ઇનિંગ્સમાં જયદેવ ઉનડકટે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. જવાબમાં સૌરાષ્ટ્ર પ્રથમ ઇનિંગ્સમાં 307 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. વિદર્ભને 5 રનની લીડ મળી હતી. સૌરાષ્ટ્ર તરફથી સ્નેલ પટેલે 102 રન બનાવ્યા હતા.વિદર્ભ બીજી ઇનિંગ્સમાં 200 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.સૌરાષ્ટ્ર તરફથી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સૌથી વધુ 6 વિકેટ ઝડપી હતી. સૌરાષ્ટ્રને જીતવા માટે 205 રનનો પડકાર મળ્યો હતો જોકે, સૌરાષ્ટ્ર માત્ર 127 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતું. વિદર્ભના આદિત્ય સરવતેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

To Top