Expert Comment

વિરાટ કોહલીની ભારતીય ક્રિકેટ ટીમમાં કેવી રીતે થઇ પસંદગી, વેંગસરકરે કર્યો ખુલાસો

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) આજે વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. ટેસ્ટ, વન ડે અને ટી-20 ત્રણેય ફોર્મેટમાં વિરાટ કોહલીનો દબદબો છે. ત્રણેય ફોર્મેટમાં 50ની એવરેજ ધરાવનાર તે વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે. વિરાટ કોહલી આજે આટલો મોટો બેટ્સમેન છે તેનું કારણ તેની મહેનત છે સાથે જ તેની ક્ષમતાને ઓળખનારા પૂર્વ કેપ્ટન દિલીપ વેંગસકરનું પણ સફળતામાં મોટો હાથ છે. દિલીપ વેંગસકર હતા જેમણે સૌથી પહેલા વિરાટ કોહલીની અંદર ટીમ ઇન્ડિયા માટે રમવાની ટેલેન્ટ જોઇ હતી અને તેમણે આ ખેલાડીને બ્લ્યૂ જર્સી પહેરવાની તક આપી હતી.

વિરાટ કોહલીને ટીમ ઇન્ડિયામાં કેવી રીતે મળી તક

દિલીપ વેંગસરકરે સ્પોર્ટ્સ કીડા વેબસાઇટ સાથે ફેસબુક લાઇવ પર વાતચીતમાં વિરાટ કોહલીના સિલેક્શનની કહાની જણાવી હતી. દિલીપ વેંગસરકરે કહ્યું, ‘વર્ષ 2000માં બીસીસીઆઇએ એક ટેલેન્ટ શોધનારી કમિટી બનાવી હતી, જેનો હું અધ્યક્ષ હતો. મારી સાથે બૃજેશ પટેલ પણ હતા. હું દેશભરમાં અંડર-14, અંડર-16 અને અંડર-19ની મેચ જોતો હતો. વિરાટ કોહલીને મે પ્રથમ વખત અંડર-16 મેચમાં મુંબઇ વિરૂદ્ધ રમતા જોયો હતો. વિરાટ કોહલી, લાલૂ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વીની કેપ્ટન્સીમાં રમી રહ્યો હતો. વિરાટ કોહલીએ ત્યા જોરદાર બેટિંગ કરી હતી.’

રોહિત શર્મા સાથે જોડી કેમ રહી છે હિટ, ખુદ ‘ગબ્બર’ શિખર ધવને જણાવ્યુ

ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીની આક્રમક રમત

દિલીપ વેંગસરકરે આગળ ખુલાસો કર્યો, ‘તે બાદ ઓસ્ટ્રેલિયામાં ઇમર્જિંગ ટ્રોફી રમાવાની હતી, જેમાં મે વિરાટ કોહલીને પસંદ કર્યો હતો. મે વિરાટ કોહલીને ત્યા જોયો અને ગ્રેગ ચેપલ મારી સાથે બેઠા હતા. કીવી ટીમ વિરૂદ્ધ વિરાટ કોહલીએ ઓપનિંગ કરી અને તેમણે પડકારનો પીછો કરતા અણનમ 123 રન ફટકાર્યા હતા. સદી બાદ પણ તે આઉટ થયો નહતો અને તેને મેચ પૂર્ણ કરી હતી. ત્યા મને લાગ્યુ કે આ ખેલાડી ટીમ ઇન્ડિયા માટે તૈયાર છે. તે માનસિક રીતે પરિપકવ હતો. માટે અમે તેણે ટીમ ઇન્ડિયામાં રમવાની તક આપી.’

ધોનીને પણ બનાવ્યો કેપ્ટન

એમએસ ધોનીને (MS Dhoni) ભારતીય ક્રિકેટ ટીમની કમાન સોપવા પાછળ પણ દિલીપ વેંગસરકરનો જ હાથ હતો. વેંગસરકરે ધોનીને કેપ્ટન બનાવવાના મુદ્દા પર કહ્યું, ‘અમે ઇંગ્લેન્ડને ઇંગ્લેન્ડમાં હરાવી હતી અને રાહુલ દ્રવિડે તે બાદ કેપ્ટન્સી છોડી દીધી. અમારે ઓસ્ટ્રેલિયા જવાનું હતું અને અમે વિચાર્યુ કે ધોનીને વન ડે અને ટી-20 ટીમના કેપ્ટન બનાવવો જોઇએ અને ટેસ્ટમાં અનુભવી પરંતુ આક્રમક અનિલ કુંબલેને કમાન સોપવી જોઇએ. ધોનીની કેપ્ટન્સીમાં અમે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં વન ડે સિરીઝ જીતી અને તે બાદ તેણે ઇતિહાસ રચ્યો.’

વિરાટ કોહલીની શ્રીલંકા સામે વન ડે ડેબ્યૂ મેચનો જુઓ વીડિયો

To Top
Translate »