Latest News

નર્મદા માટે વિશાલ પાઠક બન્યો વેલીયન્ટનો બ્રાન્ડ એમ્બેસેડર

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: ભારતમાં જે ખુબજ ચર્ચિત બન્યું છે એ વેલીયન્ટ બ્રાન્ડ સાથે ઇન્ટરનેશનલ ખેલાડીઓ એક પછી એક જોડાવા લાગ્યા છે.વેલીયન્ટ બ્રાન્ડના બેટ હવે ઇન્ટરનેશનલ મેચોમાં પણ ખેલાડીઓ ઉપયોગ કરતા થયા છે.ટી 20 વર્લ્ડકપની ક્વોલિફાય મેચોમાં એશિયા કપમાં અને ઘણી ઇન્ટરનેશનલ મેચો જતિન્દરસિંગ વેલીયન્ટનું બેટ યુઝ કરતો જોવા મળે છે.વેલીયન્ટ એ ઓલ ઇન્ડિયામાં પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે.

જેમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પૂર્વ ભારતીય ક્રિકેટર ચેતન શર્મા, ઓમાન ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જતિન્દરસિંગ, ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે વિપુલ નારીગરા અને મધ્યપ્રદેશના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રીચી શુકલા અને ગુજરાતમાં અનેક જિલ્લાઓના પણ બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે.જેમાં વેલીયન્ટ બ્રાન્ડના પ્રમોશન માટેના મુખ્ય ચહેરા
તરીકે વિશાલ પાઠક સાથે એક વર્ષનો કરાર કરવામાં આવ્યો છે.વિશાલ પાઠકની વાત કરીએ તો એણે પોતાની મેહનતથી ક્રિકેટમાં ખૂબ પ્રગતિ કરી છે.અને નર્મદાનું નામ રોશન કર્યું છે.મૂળ રાજપીપળાના વિશાલ પાઠક નર્મદા જિલ્લામાં વેલીયન્ટની બ્રાન્ડની જાહેરાત કરશે.જેથી લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે અને સાથે સાથે નર્મદાના લોકો વિશાલ પાઠકને એક સેલિબ્રિટી તરીકે જોતા થયા છે.

To Top
Translate »