IPL

આ અંગ્રેજ બેટ્સમેને KKRનો ઉત્સાહ વધાર્યો, 1 ઓવરમાં જ ફટકારી 5 સિક્સર

ઇંગ્લેન્ડના આક્રમક ઓપનર બેટ્સમેન ટોમ બેન્ટને બિગ બેશ લીગ (BBL)માં 19 બોલમાં 56 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી ઇતિહાસની બીજી સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. બીબીએલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે, તેણે 12 બોલમાં અડધી સદી ફટકારી હતી.

બેન્ટને બ્રિસબેન હીટ તરફથી રમતા સિડની થંડર્સ વિરૂદ્ધ એક ઓવરમાં પાંચ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો, તેણે બ્રિસબેન હીટની ઇનિંગ્સની ચોથી ઓવરમાં પ્રથમ બોલ બાદ આગળની પાંચ બોલમાં સતત પાંચ સિક્સર (0,6,6,6,6,6) ફટકારી હતી. આ ઓવર ઓસ્ટ્રેલિયાના ઓફ સ્પિનર અર્જુન નાયરે ફેકી હતી.

 

21 વર્ષના બેન્ટનની આ ઇનિંગ્સ જોઇને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં બે વખતની વિજેતા કોલકાતા નાઇટ રાઇડર્સ ઘણી ખુશ હશે, જેણે તેની બેસ પ્રાઇસ 1 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

બેન્ટને પોતાની ઇનિંગ્સ દરમિયાન સાત સિક્સર અને 2 ફોર ફટકારી હતી. બેન્ટનની ઇનિંગ્સની મદદથી બ્રિસબેન હીટની ટીમ વરસાદ પ્રભાવિત આ મેચમાં આઠ ઓવરમાં ચાર વિકેટે 119 રન બનાવવામાં સફળ રહી હતી.
બેન્ટને ઇંગ્લેન્ડ માટે અત્યાર સુધી ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે જેમાં તેણે 56 રન બનાવ્યા છે.

To Top
Translate »