Latest News

થિસારા પરેરાએ 13 સિક્સર સાથે ફટકાર્યા 140 રન, જીતી લીધા દિલ

શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી વન ડે મેચ રમાઇ હતી. ન્યૂઝીલેન્ડે ત્રણ મેચની સિરીઝમાં 2-0થી જીત મેળવી શ્રેણી પોતાના નામે કરી લીધી હતી.જોકે, આ મેચમાં સૌથી વધુ ચર્ચા થિસારા પરેરાની થઇ હતી. થિસારા પરેરાએ 13 સિક્સર સાથે 140 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 319 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા 298 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.એક વન ડે ઇનિંગમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ ભારતના રોહિત શર્માના નામે છે. રોહિત શર્માએ 16 સિક્સર ફટકારી હતી.

થિસારા પરેરાની આક્રમક રમત

થિસારા પરેરાએ 74 બોલમાં 13 સિક્સર અને 8 ફોરની મદદથી 140 રન બનાવ્યા હતા. પરેરાએ ટીમને એકલા હાથે જીતની નજીક પહોચાડી હતી જોકે અંતે તે કેચ આઉટ થઇ ગયો હતો. પરેરાનો આ દરમિયાન સ્ટ્રાઇક રેટ 189.18નો હતો. પરેરાને હેનરીએ બોલ્ટના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. પરેરાની આ ઇનિંગ બાદ ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ પણ તેની પ્રશંસા કરી હતી. મહત્વપૂર્ણ છે કે થિસારા પરેરાની આ મેઇડન વન ડે સદી હતી.

To Top