Latest News

વર્લ્ડકપ કોઇ પણ ટીમ જીતે, ઉજવણી માટે નહી મળે ICC ટ્રોફી

આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ (Worldcup 2019)માં કઇ ટીમની જીત થશે તેના વિશે હજુ કઇ કહી શકાય તેમ નથી. ફાઇનલ મુકાબલો 14 જુલાઇએ લોર્ડ્સમાં રમાશે.કોઇ પણ ટીમ વર્લ્ડકપ જીતે પણ જીતનારી ટીમને અસલી ટ્રોફી આપવામાં આવતી નથી. જી હાં, આ સાચુ છે.

આ ટીમે જીતી હતી વર્લ્ડકપ ટ્રોફીની મેચ

વર્ષ 1975માં 7 જૂનના રોજ ક્રિકેટ વર્લ્ડકપની શરૂઆત થઇ હતી. જે 21 જૂન સુધી ચાલી હતી. આ વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડમાં રમાયો હતો, જેમાં વેસ્ટ ઇન્ડીઝ ચેમ્પિયન બન્યુ હતું. ટીમ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી વર્લ્ડ ચેમ્પિયન બન્યુ હતું.

વર્લ્ડકપ ટ્રોફી સાથે જોડાયેલો ઇતિહાસ

વર્લ્ડકપનો પ્રારંભ 1975માં થયો હતો, જે બાદ વર્ષ 1975માં (વેસ્ટ ઇન્ડીઝ), 1979 (વેસ્ટ ઇન્ડીઝ) 1983 (ભારત), સુધી જે ટીમ વિજેતા બની તેમને એક જ જેવી ટ્રોફી આપવામાં આવી હતી. તે સમયે આ ટ્રોફીની ડિઝાઇનમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નહતો. કારણ કે આયોજિત ત્રણ વર્લ્ડકપનું સ્પોન્સર પ્રૂડેન્શિયલ પોલિસી હતું. જે બાદ સ્પોન્સર તો ટ્રોફીના ડિઝાઇનમાં બદલાવ કરવામાં આવ્યા હતા.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આઇસીસીએ 1999માં વર્લ્ડકપમાં પ્રથમ વખત વિજેતા ટીમને પોતાની ટ્રોફી આપી હતી. જે બાદ આ નિયમનું પાલન કરવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે વર્લ્ડકપ જીતનારી ટીમને અસલી ટ્રોફી આપવામાં આવતી નથી.

ક્યા રમાય છે અસલી ટ્રોફી

વર્લ્ડકપ જીતનારી ટીમને અસલી ટ્રોફી આપવામાં આવતી નથી, તે ટ્રોફીની કોપી ટીમને આપવામાં આવે છે, વર્લ્ડકપની ઓરિજનલ ટ્રોફી ICC પોતાની પાસે સંભાળીને રાખે છે.

કઇ રીતે વર્લ્ડકપની ટ્રોફી તૈયાર થાય છે

શાનદાર વર્લ્ડકપ ટ્રોફીને બનાવવી આસાન કામ નથી. તેને બનાવવા માટે એક ટીમ તૈયાર કરવામાં આવે છે. વર્ષ 2018માં ICCએ યૂ ટ્યુબ ચેનલ પર એક વીડિયો અપલોડ કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યુ કે કઇ રીતે એક ટીમ મળીને વર્લ્ડકપની ટ્રોફી તૈયાર કરે છે.

આ વસ્તુનો થાય છે ઉપયોગ

કારીગર પોતાના હાથથી ટ્રોફીના દરેક ભાગને આકાર આપે છે. ટ્રોફી બનાવ્યા પહેલા પેપરમાં તેની ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે અને પ્લાનિંગ કરવામાં આવે છે કે ક્યો પાર્ટ કઇ રીતે તૈયાર કરવામાં આવે. તે બાદ ફાઇનલી ટ્રોફી બનાવવાનું કામ શરૂ થાય છે. જેના દરેક ભાગ પર કામ કરવામાં આવે છે. ખાસ કામ ટ્રોફીની નક્કાશી પર થાય છે, આ કામ કોઇ પ્રોફેશનલ વ્યક્તિ જ કરે છે.

વર્તમાનમાં વર્લ્ડકપની ટ્રોફીમાં સોના અને ચાંદીનું કામ કરવામાં આવે છે, જેનું વજન આશરે 11 કિલોનું હોય છે જ્યારે ઉંચાઇ 60 સેન્ટીમિટર હોય છે. ચાંદી અને સોનામાંથી તૈયાર થયેલી આ ટ્રોફી એક ગ્લોબની જેમ દેખાય છે. મહત્વપૂર્ણ છે કે 2011માં ચેમ્પિયન બનેલી ભારતીય ક્રિકેટ ટીમને બાદમાં અસલી ટ્રોફીની કોપી જ આપવામાં આવી હતી. અસલી ટ્રોફીને આઇસીસીના કાર્યાલય શારજાહમાં રાખવામાં આવે છે.

To Top
Translate »