Latest News

હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ પરથી પ્રતિબંધ હટાવાયો, ટીમ સાથે જોડાઇ શકે

એક ચેટ શોમાં મહિલાઓ પર વિવાદીત ટિપ્પણી બાદ સસ્પેન્ડ કરાયેલા હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ માટે સારા સમાચાર છે. COAએ બન્ને ક્રિકેટર્સ પરથી પ્રતિબંધ હટાવી લીધો છે. આ વચગાળાની રાહત બાદ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ટીમ સાથે જોડાઇ શકે છે.

BCCIએ શું કહ્યું?

BCCIએ પોતાના નિવેદનમાં કહ્યું, ‘કોઇ પણ ક્રિકેટ ખેલાડી પર તમામ આરોપના મામલાને સાંભળવા માટે બીસીસીઆઇને લોકપાલની જરૂર હોય છે પરંતુ લોકપાલની નિયુક્તિ સુપ્રિમ કોર્ટમાં છે, માટે COAનું માનવુ છે કે આ બન્ને ખેલાડીઓ પર વચગાળાનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો તેને હટાવવામાં આવે. આ વિવાદને કારણે બન્ને ખેલાડીઓને ઓસ્ટ્રેલિયાના પ્રવાસેથી પરત બોલાવી લેવામાં આવ્યા હતા. હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ટીમ સાથે હવે જોડાઇ શકે છે.

શું હતી આખી ઘટના?

ટીવી શો કોફી વિથ કરનમાં હોસ્ટ કરણ જોહરે હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને અંગત જીવન સાથે જોડાયેલા કેટલાક સવાલ પૂછ્યા હતા. આ દરમિયાન હાર્દિક પંડ્યાએ અંગત જીવન સાથે જોડાયેલા કેટલાક સવાલના જવાબ આપ્યા હતા. હાર્દિક પંડ્યાએ આ દરમિયાન રિલેશનશિપ,ડેટિંગ અને મહિલાઓ સાથે જોડાયેલા સવાલના જવાબ આપીને ફેન્સને ચોકાવી દીધા હતા. હાર્દિક પંડ્યાએ જણાવ્યુ હતું કેતેના પરિવારજનોના વિચાર ખુલ્લા છે અને જ્યારે તેને પ્રથમ વખત યુવતી સાથે શારીરિક સબંધ બનાવ્યા તો ઘરે આવીને કહ્યું હતું, આજે હું કરીને આવ્યો છું.

To Top