IPL

UAEમાં 26 સપ્ટેમ્બરથી શરૂ થશે IPL, 6 નવેમ્બરે રમાશે ફાઇનલ: રિપોર્ટ્સ

કોરોના વાયરસને કારણે અનિશ્ચિતકાળ માટે ટળેલા આઇપીએલ 2020 હવે 26 સપ્ટેમ્બરથી શરૂ થઇ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બીસીસીઆઇએ આઇપીએલ આયોજનનો કાર્યક્રમ બનાવી લીધો છે અને તેનું આયોજન આ વખતે ભારતની બહાર થશે. રિપોર્ટ્સ અનુસાર આઇપીએલ યૂએઇમાં રમાશે. ભારતમાં સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે જેને કારણે બીસીસીઆઇએ આ નિર્ણય લેવો પડ્યો છે.

ક્યારે IPLની ફાઇનલ રમાશે?

મીડિયા રિપોર્ટ્સની માનીએ તો બીસીસીઆઇએ આઇપીએલનો પુરો કાર્યક્રમ તૈયાર કરી લીધો છે. ટૂર્નામેન્ટ યૂએઇમાં 26 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 6 નવેમ્બરે આઇપીએલની ફાઇનલ મેચ રમાશે. આઇપીએલનો પુરો કાર્યક્રમ ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં ચાલુ થઇ શકે છે. આ પહેલા ગુરૂવારે સમાચાર આવ્યા હતા કે આઇપીએલમાં ભાગ લેનારા તમામ ભારતીય ક્રિકેટર 5 અઠવાડિયાની ટ્રેનિંગ માટે યૂએઇ જઇ શકે છે. ટ્રેનિંગ કેમ્પ ખતમ થયા બાદ આઇપીએલ ફ્રેન્ચાઇઝીઓને પોતાના ટ્રેનિંગ કેમ્પ લગાવવાની તક આપવામાં આવશે.

યૂએઇ જ છે એકમાત્ર વિકલ્પ

સ્પોર્ટ્સ કીડામાં છપાયેલા રિપોર્ટ અનુસાર સુત્રો પાસેથી જાણકારી મળી છે કે બીસીસીઆઇ પાસે યૂએઇ જ આઇપીએલનું આયોજન કરવાનું વિકલ્પ છે. બીસીસીઆઇ યૂએઇમાં આઇપીએલનું આયોજન કરવા માટે મંજૂરી લઇ રહી છે. મહત્વપૂર્ણ છે કે આવુ બીજી વખત હશે જ્યારે આઇપીએલની મેચ યૂએઇમાં રમાશે. આ પહેલા વર્ષ 2014માં આઇપીએલનો પ્રથમ રાઉન્ડ અબુ ધાબી, દુબઇ અને શારજાહમાં આયોજિત થયો હતો. લોકસભા ચૂંટણીને કારણે યૂએઇમાં પ્રથમ તબક્કાના મુકાબલા આયોજિત કરવામાં આવ્યા હતા.

યૂએઇને પસંદ કરવાની જગ્યા

યૂએઇને આઇપીએલનું આયોજન સ્થળ પસંદ કરવાનું એક કારણ છે. દુબઇ પુરી દુનિયા સાથે જોડાયેલુ છે. ત્યા પુરી દુનિયાની ફ્લાઇટ આવે છે. માટે વિદેશી ખેલાડીઓને બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ અને યૂએઇથી લાવવુ આસાન હશે.

દુબઇ આઇપીએલના આયોજન માટે તૈયાર

મહત્વપૂર્ણ છે કે દુબઇ સ્પોર્ટ્સ સિટીના અધ્યક્ષ સલમાન હનીફે પણ ગલ્ફ ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં આ વાતની પૃષ્ટી કરી છે કે તે આઇપીએલનું આયોજન કરવા માટે તૈયારીમાં લાગેલા છે. સલમાન હનીફે કહ્યું કે દુબઇ સ્પોર્ટ્સ સિટીમાં સ્થિત દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ અને આઇસીસી એકેડમી સ્ટેડિયમ આઇપીએલનું આયોજન માટે પુરી રીતે તૈયાર છે. મહત્વપૂર્ણ છે કે દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમાં 9 પિચ છે અને એવામાં ત્યા કેટલીક મેચનું આયોજન પણ કરવામાં આવે છે. દરેક પિચ પર રોજ મેચ આયોજિત થઇ શકે છે અને સાથે સાથે બીજી પિચ આગામી મુકાબલા માટે તૈયાર થઇ શકે છે.

To Top
Translate »