Latest News

INDVsAUS: પ્રથમ ટેસ્ટ માટે ભારતના 12 ખેલાડી જાહેર, રોહિત શર્માનો સમાવેશ

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ચાર ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચ માટે ભારતે પોતાના 12 ખેલાડી પસંદ કરી લીધા છે. 6 ડિસેમ્બરથી એડિલેડમાં પ્રથમ ટેસ્ટ રમાશે.બીસીસીઆઇએ પોતાના ટ્વીટર હેન્ડલ પર ખેલાડીઓના નામની જાહેરાત કરી હતી. પ્રથમ ટેસ્ટમાં લોકેશ રાહુલ અથવા રોહિત શર્મા બન્નેમાંથી કોઇ એકને બહાર બેસવાનો વારો આવી શકે છે.બીજી તરફ ભારતે પ્રથમ ટેસ્ટમાં ભૂવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ, કુલદીપ યાદવ અને જાડેજાનો સમાવેશ કર્યો નથી. રિષભ પંત વિકેટકીપિંગ કરશે

પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), લોકેશ રાહુલ, મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા, રોહિત શર્મા, હનુમા વિહારી, રિષભ પંત (વિકેટકીપર), આર.અશ્વિન, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, જસપ્રિત બુમરાહ

To Top