Latest News

અંતે ધોનીએ જ કેમ સોપી સાથી ખેલાડીઓને આર્મી કેપ? આ છે કારણ

રાંચીમાં રમાયેલી ત્રીજી વન ડે મેચમાં ભારતીય ટીમ આર્મી કેપ પહેરીને મેદાનમાં ઉતરી હતી. ભારતીય ક્રિકેટ ટીમે પુલવામા આતંકી હુમલામાં માર્યા ગયેલા શહીદોના સન્માનમાં આ પગલુ ભર્યુ હતું. ભારતના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ ખુદ પોતાના હાથથી સાથી ખેલાડીઓને આર્મી કેપ સોપી હતી.

ધોનીએ જ કેમ આપી આર્મી કેપ

હવે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે ભારતીય ક્રિકેટર્સને આ કેપ કેપ્ટન વિરાટ કોહલીની હાજરી છતા એમએસ ધોનીએ જ કેમ આપી? ફેન્સને જણાવી દઇએ કે સેનાએ ધોનીને આર્મીમાં લેફ્ટનેન્ટ કર્નલનું પદ આપેલુ છે.બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યુ કે ધોનીના સેના પ્રત્યેનો લગાવ જોઇ તેને આ કામ સોપવામાં આવ્યુ હતું. તેનું એક અહી અન્ય કારણ એ પણ છે કે આર્મી કેપ પહેરીને ટીમ ઇન્ડિયા પ્રથમ વખત રાંચીના મેદાન પર ઉતરી છે જે ધોનીનું હોમ ગ્રાઉન્ડ છે.બીસીસીઆઇના અધિકારીએ જણાવ્યુ આ ઘણી સારી વાત છે કે આ વાર્ષિક કાર્યક્રમની શરૂઆત લેફ્ટનન્ટ કર્નલ ધોનીના હોમગ્રાઉન્ડથી થઇ રહી છે કારણ કે આ કોઇ દેખાવા માટે નથી પણ એક ઇમાનદાર મુહિમ છે. આ આઇડિયા ધોનીનો જ હતો અને તેમને કોહલી સાથે મળીને આર્મી કેપ બનાવવા માટે નાઇકી સાથે વાત કરી લીધી હતી. ખાસ વાત એ છે કે ટીમના તમામ સભ્યોને આર્મી કેપ એમએસ ધોનીએ જ આપી હતી પરંતુ ખુદ ધોનીને આ કેપ વિરાટ કોહલીના હાથે મળી હતી.

To Top