Expert Comment

21 નવેમ્બરથી ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ, જાણો આખો કાર્યક્રમ

વેસ્ટ ઇન્ડીઝને ટી-20 સિરીઝમાં 3-0થી હરાવી હવે ભારત ઓસ્ટ્રેલિયા પ્રવાસે જવાની છે. આ પ્રવાસની શરૂઆત 21 નવેમ્બરથી થશે. ભારત ઓસ્ટ્રેલિયામાં ત્રણ ટી-20, ચાર ટેસ્ટ અને ત્રણ વન ડે મેચ રમશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૂઆત ગાબામાં ટી-20 સિરીઝથી થશે. તે બાદ 6 ડિસેમ્બરથી ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. આ સિરીઝની પ્રથમ મેચ એડિલેડ ઓવલમાં રમાશે. બીજી ટેસ્ટ પર્થ અને ત્રીજી મેલબોર્ન તેમજ અંતિમ મેચ આવતા વર્ષે જાન્યુઆરીમાં સિડનીમાં રમાશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસનો અંત વન ડે સિરીઝ સાથે થશે.

INDVAUS ત્રણ ટી-20 સિરીઝનો કાર્યક્રમ

21 નવેમ્બર: બ્રિસબેનમાં પ્રથમ ટી-20
23 નવેમ્બર: મેલબોર્નમાં બીજી ટી-20
25 નવેમ્બર: સિડનીમાં ત્રીજી ટી-20

ચાર ટેસ્ટ મેચનો કાર્યક્રમ

6-10 ડિસેમ્બર: એડિલેડમાં પ્રથમ ટેસ્ટ
14-18 ડિસેમ્બર: પર્થમાં બીજી ટેસ્ટ
26-30 ડિસેમ્બર: મેલબોર્નમાં ત્રીજી ટેસ્ટ
03-07 જાન્યુઆરી: સિડનીમાં ચોથી ટેસ્ટ

ત્રણ વન ડે મેચનો કાર્યક્રમ

12 જાન્યુઆરી: સિડનીમાં પ્રથમ વન ડે
15 જાન્યુઆરી: એડિલેડમાં બીજી વન ડે
18 જાન્યુઆરી: મેલબોર્નમાં ત્રીજી વન ડે

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમ

ભારતની ટી-20 ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનિષ પાંડે, દિનેશ કાર્તિક, રિષભ પંત, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, કૃણાલ પંડ્યા, ભૂવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, ઉમેશ યાદવ અને ખલીલ અહેમદ

ભારતીય ટેસ્ટ ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), મુરલી વિજય, લોકેશ રાહુલ, પૃથ્વી શૅા, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રોહિત શર્મા, રિષભ પંત, પાર્થિવ પટેલ, આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, જસપ્રિત બુમરાહ અને ભૂવનેશ્વર કુમાર

To Top