Latest News

ધોનીના સંન્યાસને લઇને ટીમ ઇન્ડિયાના સિલેક્ટરનો મોટો ખુલાસો, જાણો શું કહ્યું

ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર અને પૂર્વ કેપ્ટન એમએસ ધોની (MS Dhoni)ની વર્લ્ડકપ બાદ સંન્યાસની અટકળો લાગી રહી છે. એમએસ ધોનીને લઇને સોશિયલ મીડિયા પર લોકો અલગ અલગ ટ્વિટ પણ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં ચાલી રહેલી એમએસ ધોનીની નિવૃત્તિની અટકળો ઉપર ટીમ ઇન્ડિયા(Team India)ના ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે કહ્યું હતું કે ધોનીની નિવૃત્તિના સમાચાર ખોટા છે. ધોનીની નિવૃત્તિના સંબંધમાં કોઈ ખબર નથી. આ ન્યૂઝ ખોટા છે.

કેમ થઈ રહી છે ધોનીની નિવૃત્તિની અટકળો?

સોશિયલ મીડિયા ઉપર ધોની(MS Dhoni)ની નિવૃત્તિના સમાચાર ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના ટ્વિટ પછી ફેલાઇ છે. વિરાટ કોહલીએ ગુરુવારે પોતાના ટ્વિટર એકાઉન્ટથી એક ફોટો ટ્વિટ કર્યો છે. જેમાં તે ધોની સામે ઝુકેલો જોવા મળે છે. આ સાથે વિરાટે કેપ્શને લખી છે કે હું આ મેચ ક્યારેય ભુલી શકીશ નહીં. ખાસ રાત. આ વ્યક્તિએ મને ફિટનેસ ટેસ્ટની જેમ ભગાવ્યો.

વિરાટ કોહલી(Virat Kohli)ના આ ટ્વિટ પછી પ્રશંસકોને લાગી રહ્યું છે કે એમએસ ધોની આજે નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. કારણ કે ભારતીય કેપ્ટને જે મેચની તસવીર મુકી છે તે આજના દિવસે રમાઈ હતી. સાથે ધોનીએ આજના દિવસે કોઈ એવી સિદ્ધિ મેળવી હતી, જેના કારણે વિરાટ કોહલી તેને યાદ કરી રહ્યો હોય.

ધોનીને ચોંકાવવાની આદત – ઇતિહાસ સાક્ષી છે કે ધોની પોતાના મોટા નિર્ણયો અચાનક લઈ લે છે. જેને કારણે દુનિયા આશ્ચર્યચકિત થઈ જાય છે. 2014-15માં ધોનીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં અધવચ્ચેથી જ ટેસ્ટ ક્રિકેટમાં નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. આ પછી 2017માં ધોનીએ લિમિટેડ ઓવર ફોર્મેટની કેપ્ટનશિપ પણ અચાનક છોડી દીધી હતી.

વિરાટ કોહલીએ ધોની સામે માથુ ઝુકાવેલી તસવીર કરી શેર

 

To Top
Translate »