Latest News

15મીએ ભારતીય ટીમની જાહેરાત, ઓસ્ટ્રેલિયા સામે 2 ટી-20,5 વન ડે રમશે

ભારતીય ક્રિકેટ ટીમ હવે ઘર આંગણે ઓસ્ટ્રેલિયા સામે 2 ટી-20 મેચ અને 5 વન ડે મેચની સિરીઝ રમશે.24 ફેબ્રુઆરીએ વિશાખાપટ્ટનમમાં પ્રથમ ટી-20 મેચ રમાશે. આ શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત 15 ફેબ્રુઆરીએ થશે. જેમાં રોહિત શર્મા સહિતના કેટલાક સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે.

આ ખેલાડીઓને આપવામાં આવી શકે આરામ

રોહિત શર્મા અને શિખર ધવન સહિતના કેટલાક સીનિયર ખેલાડીઓને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં આરામ આપવામાં આવી શકે છે. વર્લ્ડકપ પહેલા ભારતે 5 વન ડે મેચ રમવાની છે. રોહિત શર્મા, શિખર ધવન, મોહમ્મદ શમી અને ભૂવનેશ્વર કુમારને આરામ આપવામાં આવે તેવી શક્યતા છે.

આ ખેલાડીઓનો થઇ શકે સમાવેશ

ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં અજિંક્ય રહાણે અને લોકેશ રાહુલના સમાવેશની શક્યતા છે. સાથે જ વિજય શંકર, મનિષ પાંડે, શ્રેયસ અય્યરનો પણ સમાવેશ થઇ શકે છે. બીજી તરફ વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ આ સિરીઝમાં વાપસી કરી શકે છે.

ઓસ્ટ્રેલિયા સામે આવી હોઇ શકે છે ભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ, અજિંક્ય રહાણે, રિષભ પંત, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, મનિષ પાંડે, જસપ્રિત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ, ખલીલ અહેમદ, અક્ષર પટેલ

To Top