Latest News

ધોનીના ઘરે ભારતીય ટીમે કર્યુ ડિનર, વિરાટ કોહલીએ માન્યો આભાર

ભારતીય ક્રિકેટ ટીમ શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામે રાંચીમાં ત્રીજી વન ડે મેચ રમશે. ભારત 5 મેચની સિરીઝમાં 2-0થી આગળ છે. આ દરમિયાન મહેન્દ્રસિંહ ધોનીએ રાંચીમાં પોતાના ફાર્મ હાઉસ પર ભારતીય ક્રિકેટ ટીમને ડિનર માટે આમંત્રણ આપ્યુ હતું. ધોનીની ડિનર પાર્ટીમાં ટીમ ઇન્ડિયા નજરે પડી હતી જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.

વિરાટ કોહલીએ માન્યો આભાર

આ પાર્ટીની તસવીરને કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે. કોહલીએ લખ્યુ, ‘ગત રાત્રે માહી ભાઇની પાર્ટીમાં આખી ટીમે એન્જોય કર્યુ, ભોજન સારૂ હતું, પરફેક્ટ ટીમ ઇવનિંગ’.

To Top