Latest News

ભારતે અંતિમ વન ડેમાં ન્યૂઝીલેન્ડને 35 રને હરાવ્યું, શ્રેણી 4-1થી જીત્યુ

ભારતે અંતિમ અને પાંચમી વન ડે મેચમાં ન્યૂઝીલેન્ડને 35 રને હરાવ્યું હતું. આ સાથે જ પાંચ મેચની સિરીઝ 4-1થી ભારતે જીતી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 252 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 217 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી 90 રનની ઇનિંગ્સ રમનારા અંબાતી રાયૂડુને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ભારતનો 35 રને વિજય

ભારતની શરૂઆત ખરાબ થઇ હતી અને ભારતે 18 રનમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. ભારત તરફથી રોહિત શર્મા (2), શિખર ધવન (6), શુભમન ગિલ (7), અંબાતી રાયૂડુ (90), ધોની (1), વિજય શંકર (45), કેદાર જાધવ (34), હાર્દિક પંડ્યા (45) રન બનાવ્યા હતા. ભારત 252 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતું. ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ 4 જ્યારે ટ્રેન્ટ બોલ્ટે 3 વિકેટ ઝડપી હતી.

ન્યૂઝીલેન્ડ તરફથી કોલિન મુનરો (24), કેન વિલિયમસન (39),ટોમ લાથમ (37), જેમ્સ નિશમ (44) રનની મદદથી 217 રન જ બનાવી શક્યુ હતું.ભારત તરફથી સૌથી વધુ ચહલે 3, મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ ઝડપી હતી. ભારત તરફથી સૌથી વધુ 90 રન બનાવનારા રાયૂડુને મેન ઓફ ધ મેચ જ્યારે સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનારા મોહમ્મદ શમીને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.

To Top