Expert Comment

દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની ગુરૂવારે જાહેરાત, આ પ્લેયરનો થઇ શકે સમાવેશ

ભારતીય પસંદગીકાર દક્ષિણ આફ્રિકા (South Africa) વિરૂદ્ધ રમાનારી બે મેચની ટેસ્ટ સિરીઝ માટે ગુરૂવારે પસંદગી કરશે, જેમાં ઓપનર બેટ્સમેન લોકેશ રાહુલ (KL Rahul) અને રોહિત શર્માનું ભવિષ્ય નક્કી થઇ શકે છે.હનુમા વિહારી (Hanuma Vihari) અને અજિંક્ય રહાણેના બેટિંગ ક્રમમાં ક્રમશ પાંચ અને છઠ્ઠા સ્થાન પાક્કુ કર્યા બાદ રોહિત ઓપનર બેટ્સમેન તરીકે અજમાવી શકે છે.

રાહુલનું ખરાબ પ્રદર્શન

અન્ય ઓપનર બેટ્સમેન પણ રેસમાં છે, જેમાં ગુજરાતનો પ્રિયંકા પંચાલ (Priyanka Panchal) અને પંજાબનો શુભમન ગિલ (Shubman Gill) શામેલ છે. આ ટીમ મેનેજમેન્ટનું પસંદગીનું ગણાતા રાહુલે પોતાની અંતિમ 30 ટેસ્ટ ઇનિંગ્સમાં 664 રન બનાવ્યા છે જેમાં તેનું શાનદાર પ્રદર્શન ગત વર્ષે ઓવલમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચમી ટેસ્ટમાં 149 રનની ઇનિંગ્સ રહી હતી. મયંક અગ્રવાલે (Mayank Agarwal) પોતાનું સ્થાન પાક્કુ કરી લીધુ છે તો ચર્ચાનો વિષય બીજા ઓપનર બેટ્સમેન માટે જ થશે.

રોહિત શર્માને ટક્કર આપી રહ્યો છે ર્ઇશ્વરન

15 સભ્યોની ટીમમાં રોહિત શર્મા (Rohit Sharma) અને ર્ઇશ્વરન બન્ને સ્થાન બનાવી શકે છે. જો બન્નેની પસંદગી થાય છે તો 2 ઓક્ટોબરથી વિશાખાપટ્ટનમમાં રમાનારી પ્રથમ ટેસ્ટ પહેલા વિજયનગરમમાં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ બે દિવસીય પ્રેક્ટિસ મેચમાં ભારત એ ટીમમાં રમી શકે છે.

હાર્દિક પંડ્યાની થઇ શકે છે વાપસી

આ સ્થિતિમાં ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) ટેસ્ટ ટીમમાં વાપસી કરી શકે છે અથવા નવદીપ સૈનીને બેકઅપ ફાસ્ટ બોલર તરીકે શામેલ કરવામાં આવી શકે છે.જોકે, એમ જોવુ રહેશે કે શું થિંક ટેન્ક વર્લ્ડકપને ધ્યાનમાં રાખતા આગામી 13 મહિનામાં વ્હાઇટ બોલ ક્રિકેટ પર ભાર આપે છે કે નહી.

અહી પણ બદલાવ સંભવ

ભારતમાં ટેસ્ટ મેચમાં સામાન્ય રીતે ટીમમાં એક જાણીતા વિકેટકીપર હોય છે પરંતુ રિદ્ધિમાન સાહા પણ ટીમની યોજનાઓમાં શામેલ છે.જોકે, રિષભ પંત પ્રથમ પસંદ બન્યો રહેશે. રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને આર.અશ્વિન ત્રણ સ્પિનર જ્યારે જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને ઇશાંત શર્મા ત્રણ ફાસ્ટ બોલર હશે. જો શમીને આરામ આપવામાં આવે છે તો ઉમેશ યાદવ ટીમમાં આવી શકે છે.

સંભવિત ટીમ આ રીતે છે

ઓપનર બેટ્સમેન: મયંક અગ્રવાલ, રોહિત શર્મા
મિડલ ઓર્ડર: ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી
ઓલ રાઉન્ડર: હાર્દિક પંડ્યા
વિકેટકીપર: રિષભ પંત, રિદ્ધિમાન સાહા
ફાસ્ટ બોલર: જસપ્રિત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી/ ઉમેશ યાદવ
સ્પિનર: રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ

આ ખેલાડીઓનો પણ થઇ શકે છે સમાવેશ

ત્રીજા ઓપનર બેટ્સમેન તરીકે: અભિમન્યુ ર્ઇશ્વરન અને પ્રિયાંક પંચાલ
રિઝર્વ ફાસ્ટ બોલર: નવદીપ સૈની
બીજા વિકેટકીપર: કોના ભરત

To Top
Translate »