Latest News

પ્રથમ ટી-20 માટે ટીમ ઇન્ડિયાના 12 ખેલાડીની જાહેરાત, જાણો ક્યા ખેલાડીને મળી તક

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બુધવારે પ્રથમ ટી-20 મેચ રમાશે. આ મેચ માટે બીસીસીઆઇએ પોતાના 12 ખેલાડીઓની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમ પ્રથમ વખત ટી-20માં ઓસ્ટ્રેલિયા સામે ધોની વગર ઉતરશે. ધોનીની જગ્યા યુવા વિકેટકીપર રિષભ પંત લેશે. દિનેશ કાર્તિકનો પણ બેટ્સમેન તરીકે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ઉમેશ યાદવ- મનિષ પાંડે બહાર

અન્ય વિકેટકીપર દિનેશ કાર્તિકને બેટ્સમેન તરીકે ટીમમાં સમાવવામાં આવ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ ચેન્નાઇમાં રમાયેલી ત્રીજી અને અંતિમ ટી-20 ટીમમાં સામેલ બેટ્સમેન મનિષ પાંડે

અને ઓલ રાઉન્ડર વોશિંગ્ટન સુંદર અંતિમ 12 પ્લેયરમાં જગ્યા બનાવવામાં સફળ થઇ શક્યા નથી.ફાસ્ટ બોલર ઉમેશ યાદવ અને બેટ્સમેન શ્રેયસ ઐય્યર પણ 16 સભ્યોની ટી-20 ટીમનો ભાગ છે પરંતુ આ ખેલાડી પણ ગાબા બ્રિસબેનમાં રમાનારી પ્રથમ ટી-20માં જગ્યા બનાવવામાં સફળ થયા નથી.

પ્રથમ ટી-20 માટે ભારતીય ટીમ:

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, રિષભ પંત, દિનેશ કાર્તિક, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, ભૂવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, ખલીલ અહેમદ, યુઝવેન્દ્ર ચહલ

To Top