Expert Comment

સૈયદ કિરમાણીએ ધોનીને લઇને કર્યો ખુલાસો, આ રીતે થયુ હતું સિલેક્શન

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટીમ ઇન્ડિયાને અનેક જીત અપાવી છે. ધોની એક સફળ કેપ્ટન, શાનદાર બેટ્સમેન અને સારો વિકેટકીપર રહ્યો છે. ધોનીની બાયોપિક જોઇને આ વાત સ્પષ્ટ થઇ ગઇ હતી કે ધોનીએ આ સિદ્ધિ મેળવવા માટે ઘણી મહેનત કરવી પડી છે.

ધોનીની બાયોપિક એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીમાં બતાવવામાં આવ્યુ છે કે કેપ્ટન સૌરવ ગાંગુલીએ ધોનીને તક આપી હતી જે બાદ માહીએ ક્યારેય પાછળ ફરીને જોયુ નથી. આ વચ્ચે ધોનીનું ટીમ ઇન્ડિયામાં સિલેક્શનનું એક રહસ્ય સામે આવ્યુ છે. ભારતના પૂર્વ વિકેટકીપર અને 1983 વર્લ્ડ ચેમ્પિયન ટીમના સભ્ય સૈયદ કિરમાનીએ એક ખુલાસો કર્યો છે. સૈયદ કિરમાનીએ કહ્યું કે જ્યારે તે અને ઇંસ્ટ ઝોનના તત્કાલીન સિલેક્ટર પ્રણવ રોય એક રણજી મેચ જોઇ રહ્યા હતા ત્યારે બન્ને વચ્ચે ધોનીને લઇને ચર્ચા થઇ હતી.

પ્રણવ રોયે સૈયદ કિરમાનીને કહ્યું કે ઝારખંડનો એક વિકેટકીપર બેટ્સમેન છે જે યુવા છે અને તેનું સિલેક્શન કરવુ જોઇએ. પછી કિરમાનીએ પ્રણવને પૂછ્યુ કે શું તે આ મેચમાં વિકેટકીપિંગ કરી રહ્યો છે, તો તેમણે જણાવ્યુ કે આ સમયે તે સ્ટમ્પ પાછળ નહી પરંતુ ફાઇન લેગ પર ઉભો છે. તે બાદ કિરનાનીએ ધોનીના જૂના રેકોર્ડને જોયો હતો અને જાણ્યુ કે તે બેટથી સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. તે બાદ ધોનીને ઇસ્ટ ઝોન માટે પસંદ કરવામાં આવ્યો હતો. આગળ ચાલીને ટીમ ઇન્ડિયાને એક સારો ખેલાડી મળી ગયો.

સૈયદ કિરમાની, પૂર્વ ક્રિકેટર

જ્યારે ધોની ટીમ ઇન્ડિયામાં આવ્યો હતો ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ વિકેટકીપર માટે ખેલાડીને શોધી રહી હતી. નયન મોગિંયા અને સબા કરીમ બાદ સિલેક્ટર્સે એક બાદ એક કેટલાક પ્રયોગ કર્યા પરંતુ તમામ નિષ્ફળ રહ્યા. ધોની પહેલા દિનેશ કાર્તિકને તક મળી હતી પરંતુ શરૂઆતની મેચમાં તે એટલી કમાલ ના બતાવી શક્યો પરંતુ જ્યારે ધોનીએ ભારતીય ટીમનો હાથ પકડ્યો ત્યારથી ટીમ ઇન્ડિયાને એક સારા વિકેટકીપર-બેટ્સમેનની શોધ પૂર્ણ થઇ હતી.

દિનેશ કાર્તિક, વિકેટકીપર-બેટ્સમેન

મહેન્દ્રસિંહ ધોનીએ 90 ટેસ્ટ મેચમાં 4876 રન બનાવ્યા છે. જ્યારે 350 વન ડે મેચમાં 10773 રન બનાવ્યા છે. ધોનીએ વન ડેમાં 10 સદી ફટકારી છે. જ્યારે 98 ટી-20 મેચમાં 1617 રન બનાવ્યા છે. ધોનીનો વન ડેમાં હાઇસ્કોર 183 રન છે. મહેન્દ્રસિંહ ધોનીએ વર્લ્ડકપ 2019માં ન્યૂઝીલેન્ડ સામે અંતિમ સેમિ ફાઇનલ મેચ રમી હતી.


To Top
Translate »