Latest News

સુરેશ રૈનાનું કાશ્મીરી પંડિતોને લઇને મોટુ નિવેદન, કહ્યું- પરત જવા માંગુ છુ

ક્રિકેટર સુરેશ રૈના (Suresh Raina) ભારતીય ક્રિકેટ ટીમની બહાર છે. તે નેધરલેન્ડમાં પત્ની સાથે છે અને સર્જરી પછી રિહૈબની પ્રક્રિયામાંથી પસાર થઇ રહ્યો છે. સુરેશ રૈનાએ કાશ્મીરી પંડિતો વિશે ટ્વીટ કર્યુ હતું અને કહ્યું કે તે ફરી પોતાના ઘરે જવા માંગે છે. મહત્વપૂર્ણ છે કે રૈનાનો પરિવાર મૂળ જમ્મુ કાશ્મીરનો છે પરંતુ તેનો જન્મ ઉત્તર પ્રદેશના મુરાદનગરમાં થયો હતો. રૈનાના પિતા ફૌજમાં હતા અને તે કાશ્મીરથી ઉત્તર પ્રદેશ આવ્યા હતા. રૈનાનો પરિવાર મૂળ રૈનાવાડીનો છે. રૈનાએ (Suresh Raina) ભાજપના સાંસદ રાજ્યવર્ધન રાઠૌડનો વીડિયો રિટ્વીટ કરતા લખ્યુ, ‘કાશ્મીરી પંડિતોની હાલત પર મદદ કરવા માટે નરેન્દ્ર મોદી અને રાજ્યવર્ધન રાઠૌડનો આભાર. અમે બધા જલ્દી ઘરે પરત ફરીશું.’

દ્રવિડે જે વર્લ્ડકપ 2003માં કર્યુ હતું તે રાહુલ કરતો રહેશે: વિરાટ કોહલી

 

To Top
Translate »