IPL

IPL 2018: હૈદરાબાદનો સતત ત્રીજો વિજય, રાજસ્થાન રોયલ્સને 11 રને હરાવ્યું

સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને IPL 2018ના 28માં મુકાબલામાં 11 રને હરાવ્યું હતું. જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલ આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 7 વિકેટે 151 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન રોયલ્સ 20 ઓવરમાં 140 રન જ બનાવી શકી હતી.

IPL: ધોની-રૈના-ભજ્જીની દીકરીએ આ રીતે કરી મસ્તી, જુઓ VIDEO

હૈદરાબાદનો સતત ત્રીજો વિજય

સનરાઇઝર્સ હૈદરાબાદે સિદ્ધાર્થ કૌલ (2/23)ની મદદથી રાજસ્થાનને હરાવવામાં સફળ રહી હતી. રાજસ્થાન રોયલ્સ તરફથી અજિંક્ય રહાણેએ સૌથી વધુ અણનમ 65 રન બનાવ્યા હતા. હૈદરાબાદની આઠ મેચમાં આ છઠ્ઠી જીત છે. જ્યારે રાજસ્થાન રોયલ્સે સાત મેચમાં ચોથી વખત હારનો સામનો કરવો પડ્યો છે. હૈદરાબાદ તરફથી સિદ્ધાર્થ કૌલે 2 જ્યારે સંદીપ શર્મા, રાશિદ ખાન, યૂસુફ પઠાણ અને બાસિલ થમ્પીએ 1-1 વિકેટ ઝડપી હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદ કેપ્ટન કેન વિલિયમસનના 63 રન અને એલેક્સ હેલ્સના 45 રનની મદદથી બીજી વિકેટ માટે 92 રનની ભાગીદારી છતા હૈદરાબાદ 7 વિકેટે 20 ઓવરમાં 151 રન જ બનાવી શક્યુ હતું.સનરાઇઝર્સ હૈદરાબાદ સતત ત્રણ જીત સાથે પોઇન્ટ ટેબલમાં 12 અંક સાથે ટોપ પર પહોચી ગયુ છે. રાજસ્થાન રોયલ્સ તરફથી જોફ્રા આર્ચરે (3/26) જ્યારે કૃષ્ણપ્પા ગૌતમ (2/18) સૌથી સફળ બોલર રહ્યાં હતા.

152 રનના પડકારનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત સારી રહી નહતી. ઓપનર બેટ્સમેન રાહુલ ત્રિપાઠી 4 રન બનાવી સંદીપ શર્માની ઓવરમાં બોલ્ડ થયો હતો. તે બાદ રહાણે અને સંજૂ સેમસન (40) ઇનિંગ સંભાળી હતી. સંજૂ સેમસન સિદ્ધાર્થ કૌલનો શિકાર બન્યો હતો. બેન સ્ટોક્સ પણ કઇ ખાસ કરી શક્યો નહતો અને યૂસુફ પઠાણની ઓવરમાં 0 રને બોલ્ડ થયો હતો.ચ તે બાદ જોસ બટલરને રાશિદ ખાને 10 રને શિખર ધવનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. મહિપાલ પણ 11 રન બનાવી શક્યો હતો. જ્યારે કૃષ્ણપ્પા ગૌતમ 8 રને આઉટ થયો હતો. અજિંક્ય રહાણેએ સૌથી વધુ અણનમ 53 બોલમાં 65 રન બનાવ્યા હતા. જો કે તે ટીમને મેચ જીતાડી શક્યો નહતો. અંતિમ ઓવરમાં રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 21 રનની જરૂર હતી. જો કે બાસિલ થમ્પીએ તેને થવા દીધા નહતા.

To Top
Translate »