Latest News

B’day Special: જ્યારે સુનીલ ગાવસ્કરે મેચ દરમિયાન અમ્પાયર પાસે કપાવ્યા હતા વાળ

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર પોતાના 71માં જન્મ દિવસની ઉજવણી કરી રહ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી પહેલા 10,000 રનનો આંકડો પાર કરનારા ગાવસ્કરનો જન્મ 10 જુલાઇ, 1949માં મુંબઇમાં થયો હતો, તેમણે 22 વર્ષના ઉંમરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ.

વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ ગાવસ્કરે ડેબ્યૂ મેચમાં 65 અને નોટઆઉટ 67 રનની ઇનિંગ્સ રમી હતી. ગાવસ્કરને લિટલ માસ્ટરના નામથી ઓળખવામાં આવે છે. સર્વકાલિન મહાન બેટ્સમેનોમાં સામેલ ગાવસ્કર વર્તમાન સમયમાં જાણીતો કોમેન્ટેટર છે. ગાવસ્કરની કરિયર સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ કિસ્સા છે, જેમાં તેને મેદાન પર અમ્પાયર પાસે વાળ પણ કપાવ્યા હતા.

1974માં ભારત અને ઇઁગ્લેન્ડ વચ્ચે ઓલ્ડ ટ્રેફર્ડમાં મેચ રમાઇ હતી. આ મેચમાં ગાવસ્કરે 101 અને 58 રનની ઇનિંગ્સ રમી હતી. જોકે, આ મેચ ભારત હારી ગયુ હતું પરંતુ આ મેચ દરમિયાન એક મોટો રસપ્રદ કિસ્સો બન્યો હતો. ગાવસ્કર બેટિંગ કરી રહ્યો હતો અને તેની આંખમાં વારંવાર વાળ આવી રહ્યા હતા. જેને કારણે તેણે અમ્પાયરને વાળ કાપવા કહ્યું હતું.

ફિલ્ડ અમ્પાયર ડિકી બર્ડે પછી મેદાન પર જ કેચીથી ગાવસ્કરના વાળ કાપ્યા હતા. અમ્પાયર બોલને એકસ્ટ્રા નીકળેલા દોરાને કાપવા માટે કેચી પોતાની પાસે રાખે છે.

ગાવસ્કરની ડેબ્યૂ મેચ સાથે જોડાયેલ રસપ્રદ કિસ્સો

ગાવસ્કરના ડેબ્યૂ મેચ સાથે જોડાયેલા કિસ્સા છે. જેમ કે તેમણે બન્ને ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી, મેચનો વિનિંગ રન પણ તેના બેટથી નીકળ્યો હતો પરંતુ આ તમામ કિસ્સામાં એક કિસ્સો અલગ હતો.

સૌરવ ગાંગુલીના પાંચ એવા નિર્ણય, જેને ભારતીય ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો

ભાગ્યે જ તમે લોકો એમ જાણતા હશો કે ગાવસ્કરની કરિયરની શરૂઆત 2 રન તેના બેટથી નહતા નીકળ્યા. જેનો ખુલાસો ખુદ ગાવસ્કરે પોતાની ઓટોબાયોગ્રાફી સની ડેઝમાં કર્યો છે.

ગાવસ્કરે પોતાના ડેબ્યૂ મેચના પ્રથમ રન વિશે લખ્યુ, ‘અશોક માંકડે 3 રન લીધા અને મને સ્ટ્રાઇક મળી હતી. હું તે સમયે થોડો ડરેલો હતો કે હું તમામની અપેક્ષાઓ પર ખરો નહી ઉતરી શકું પછી હોલ્ડરે લેગ સ્ટમ્પ પર બોલ નાખ્યો અને તે મારા લેગ ગાર્ડને અડીને ફાઇન લેગ પર ગયો. અમે દોડીને 2 રન લીધા હતા. હું જોઇને ચોકી ગયો કે અમ્પાયરે લેગ બાઇનું સિગ્નલ નથી આપ્યુ અને આ રીતે મારા નામ પર 2 રન જોડાઇ ગયા જે મે નહતા બનાવ્યા પરંતુ આ સાથે જ મારો ડર પણ ખતમ થઇ ગયો અને મે હોલ્ડરના બોલ પર બાઉન્ડ્રી પણ ફટકારી હતી. આ રીતે ગાવસ્કરની કરિયરના પ્રથમ 2 રન ખોટા હતા, જે આજ સુધી તેના નામ સાથે જોડાયેલા છે.

To Top
Translate »