Latest News

ઓસ્ટ્રેલિયાને પ્રેક્ટિસમાં મદદ કરશે સ્મિથ-વોર્નર, 6 ડિસેમ્બરે ભારત સામે પ્રથમ ટેસ્ટ

ભારત-ઓસ્ટ્રેલિયાની ટી-20 શ્રેણી 1-1થી બરાબર રહ્યાં બાદ હવે 6 ડિસેમ્બરથી એડિલેડમાં ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થશે. આ શ્રેણી પહેલા બોલ ટેમ્પરિંગમાં પ્રતિબંધિત ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ સાથે જોડાવાના છે. આ બન્ને ખેલાડી ઓસ્ટ્રેલિયન બોલરોને નેટ પર પ્રેક્ટિસ કરાવતા નજરે પડશે.

ટેસ્ટ શ્રેણીની તૈયારીમાં મદદ કરશે સ્મિથ-વોર્નર

આ બન્ને દિગ્ગજ પર ભલે ઓસ્ટ્રેલિયા તરફથી ક્રિકેટ રમવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો હોય પરંતુ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર તેમ છતા પોતાના બોલરોની તૈયારીમાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા નીભાવશે. પૂર્વ કેપ્ટન સ્મિથ અને વોર્નર ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને પેટ કમિન્સની તૈયારી માટે ઓસ્ટ્રેલિયન નેટ અભ્યાસમાં ભાગ લેવા પર સહમત થઇ ગયા છે.સ્મિથ અને વોર્નર જલ્દી બૈગી ગ્રીન કેપ પહેરવાની આશા પર ત્યારે પાણી ફેરવાઇ ગયુ હતુ જ્યારે ઓસ્ટ્રેલિયાએ તેમની પર લગાવવામાં આવેલા પ્રતિબંધને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. પૂર્વ કેપ્ટન અને વાઇસ કેપ્ટન જોકે પરદા પાછળ પોતાની ભૂમિકા નીભાવવા માંગે છે.

To Top
Translate »