Local Cricket

શ્રીસંથનો ખુલાસો, હરભજને મને IPLમાં નહતી મારી થપ્પડ

ભારતીય ક્રિકેટર શ્રીસંથે ચોકાવનારો ખુલાસો કર્યો છે. 10 વર્ષ પહેલા IPLની પ્રથમ સીઝનમાં હરભજન સિંહે શ્રીસંથને થપ્પડ મારી હતી જે બાદ તેની રડતી તસવીર વાયરલ થઇ હતી.જોકે, હવે આ મામલે ખુદ શ્રીસંથે ખુલાસો કર્યો છે. બિગ બોસ 12માં શ્રીસંથ સુરભી રાણાને આ ઘટના જણાવી રહ્યો છે. વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં શ્રીસંથ ઘટનાની એક્ટિંગ પણ કરી રહ્યો છે.

હરભજને મને નહતો માર્યો લાફો- શ્રીસંથ

શ્રીસંથ કહી રહ્યો છે કે આ ઘટનાને મીડિયાએ તોડી-મરોડીને રજુ કરી હતી. હરભજને મને થપ્પડ નહતી મારી. મહત્વપૂર્ણ છે કે, IPL 2008માં કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે મેચમાં વિવાદ થયો હતો. હરભજન મુંબઇ તરફથી રમી રહ્યો હતો જ્યારે શ્રીસંથ પંજાબની ટીમમાં હતો. મેચમાં પંજાબની જીત બાદ હરભજને શ્રીસંથને થપ્પડ મારી દીધી હતી. તે બાદ શ્રીસંથની મેદાન પર રડતી તસવીર વાયરલ બની હતી.આ ઘટના બાદ હરભજન પર 11 મેચનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. 2016માં હરભજને આ મામલે કહ્યું હતું કે તે આવુ કઇ કરવા નહતો માંગતો પરંતુ શ્રીસંથ મેચમાં ઓવર-રિએક્ટ કરી રહ્યો હતો માટે તેને ગુસ્સો આવ્યો હતો.

To Top